બુટવડા શાળાના ધો. 8ના છાત્રોએ વિદાય સમારંભમાં જગ, પંખા, ઘડિયાળ શાળાને ભેટ આપ્યા

- text


હળવદ : હળવદની બુટવડા પ્રાથમિક શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.ધોરણ-8ના વિદ્યાર્થીઓએ શાળાને 3 ઠંડા પાણીના જગ,2 પંખા અને 1 દીવાલ ઘડિયાળ ભેટ આપી હતી.વિદ્યાર્થીઓએ શાળાના અનુભવો વ્યક્ત કર્યા હતા.

બુટવડા પ્રાથમિક શાળામાં તા.12ને મંગળવારના રોજ ધોરણ-8નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.ધોરણ-8 માં 37 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.ધોરણ-8ના વિદ્યાર્થીઓ તરફથી રૂ.4700 ફાળો એકત્ર કરી શાળાને 3 ઠંડા પાણીના જગ,2 પંખા અને 1 દીવાલ ઘડિયાળ શાળાને ભેટ આપી હતી.શાળામાં આ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓએ શાળા અંગે ભાવ અને પ્રતિભાવો આપ્યા હતા.શિક્ષકોએ પણ પોતાનું વક્તવ્ય રજુ કર્યું હતું.શાળાના શિક્ષકો તરફથી ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે ચાઈનીઝ ભેળ અને મન્ચુરિયનનો નાસ્તો રાખવામાં આવ્યો હતો.શાળામાં બુટવડા ગામના સરપંચ જગાભાઈ સોરીયા,માજી સરપંચ મુળજીભાઈ દેગામાં,એસ.એમ.સી અધ્યક્ષ અને ગામલોકોએ પણ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- text

- text