મહેન્દ્રનગર કન્યા-કુમાર શાળામાં ધો.8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

- text


મોરબી : મોરબીની મહેન્દ્રનગર કુમાર અને કન્યા શાળા બંને શાળાના સ્ટાફ દ્વારા ધો.8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.તેમજ સામુહિક ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ હતું.શાળાના આચાર્ય અને શિક્ષણગણ દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવવામાં આવી હતી.

મોરબી,વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ કાળ દરમ્યાન સૌથી વધુ વર્ષો પ્રાથમિક શાળાઓમાં વિતાવે છે.વિદ્યાર્થીઓ જીવનના પાઠ શીખવાની શરૂઆત પ્રાથમિક શાળાથી કરે છે.તેથી વિદ્યાર્થીઓના જીવનમાં પ્રાથમિક શાળા,પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષકની છાપ અમીટ રહે છે.વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાને આજીવન ભૂલી શકતા નથી.વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળા પ્રત્યે લગાવ પણ હોય છે.

તેથી મહેન્દ્રનગર કુમાર અને કન્યા શાળા બંને શાળાના સ્ટાફ દ્વારા ધો.8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.જેમાં વિદાય પામનાર ધોરણ – 8ના વિદ્યાર્થીઓને શાળાના સ્ટાફ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.તેમજ સામુહિક ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ હતું.મહેન્દ્રનગર કન્યા શાળાના આચાર્ય મહાદેવભાઇ રંગપડીયા તથા શાળાના શિક્ષકો તેમજ સી.આર.સી.કો-ઓર્ડીનેટર બાવરવા દ્વારા વિદ્યાર્થીઓને ભણી-ગણીને આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી.

- text

- text