હળવદની તક્ષશિલા સંકુલના બે વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ પરીક્ષામાં અવ્વલ નંબરે પાસ

- text


હળવદ : રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિનું પરિણામ જાહેર થયું હતું.જેમાં હળવદની તક્ષશિલા સંકુલના બે વિદ્યાર્થીઓએ પ્રથમ અને દ્વિતીય નંબર મેળવ્યો હતો.બન્ને વિદ્યાર્થીઓને ચાર વર્ષ દરમ્યાન 48 હજાર જેટલી શિષ્યવૃત્તિ મેળવી છે.શાળાએ બન્ને વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિનું પરિણામ જાહેર થયું.જેમાં તક્ષશિલા સંકુલના ધો.6માં અભ્યાસ કરતા ધારિયાપરમાર ચંદ્રેશ ઈશ્વરભાઈ અને ધો.9માં અભ્યાસ કરતા સોલંકી કુશ અરવિંદભાઈએ સમગ્ર રાજ્યની તાલુકા વાઈજ શહેરી મેરિટ યાદીમાં હળવદ કક્ષાએ પ્રથમ અને દ્વિતીય નંબર મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે.

રિઝનિંગ,અર્થગ્રહણ ક્ષમતા,ગ્રામર સેક્શન અને જનરલ નોલેજના પેપરમાં શાળાના ધારિયાપરમાર ચંદ્રેશે 182 માર્ક્સ સાથે સમગ્ર મોરબી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે.આ તકે શાળાના સંચાલક ડો.જયેશ ગરધરિયા,રમેશ કૈલા અને રોહિત સિણોજીયા દ્વારા શિલ્ડ આપી બન્ને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.શાળાના એમ.ડી. ડો. મહેશ પટેલે 48 હજાર જેટલી શિષ્યવૃત્તિ મેળવવાપાત્ર બન્ને વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.

- text

- text