માળીયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વોટર સેનીટેશન, હાયજીન, વેક્ટર કન્ટ્રોલ દિવસ ઉજવાયો

- text


સ્વચ્છતા પખવાડિયા હેઠળ આરોગ્ય જાગૃતિ લાવવાનો પ્રયાસ

માળીયા(મી.) : ભારત સરકારની સુચના અનુસાર ” સ્વચ્છતા દરેકનો વ્યવસાય” સુત્ર ને સાકાર કરવા માટે તમામ સરકારી કચેરીઓને સ્વચ્છતા સંબંધિત પ્રવૃતિઓ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા “સ્વચ્છતા પખવાડિયુ 2022 ” ઉજવણી કરવાની સુચના આપવામાં આવેલ છે.જે હેઠળ માળીયા મિયાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સેનીટેશન – હાયજીન – વેક્ટર કન્ટ્રોલ દિવસ ઉજવાયો અને લોકોમાં આરોગ્ય જાગૃતિ કેળવવામાં આવી હતી.તેમજ વકતૃત્વ સ્પર્ધા,પરિસંવાદ વગેરેનુ આયોજન કરવામાં આવ્યુ હતું.

વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા ગ્રામ લેવલે જનજાગૃતિ અંતર્ગત સામુદાયીક સ્તરે પાણી,સ્વચ્છતા અને સ્વચ્છતાનું મહત્વ,પ્રદુષણની નકારાત્મક અસરો અને તેને ઘટાડવા માટે જરૂરી પ્રયત્નો વિવિધ ચેપી રોગો પાણી અને હવાથી ફેલાતા રોગો,વેકટર બોર્ન રોગો અટકાયતી કામગીરી વિશે આરોગ્ય શિક્ષણ ઘરના તમામ પાત્રો ઢાંકીને રાખવા,પોરા નિર્દશન,પાણીના વાસણો વગેરે બાબતોની ચર્ચા તથા વ્યકિતગત સ્વચ્છતા અને ઓરલ હાઈઝીનની અગત્યતા વિષયક આરોગ્ય જાગૃતિ અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી.

આ ઉપરાંત વાહકજન્ય રોગો અને વ્યક્તિગત સ્વચ્છતા વગેરે વિષયો પર વકતૃત્વ સ્પર્ધા,પરિસંવાદ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અંતર્ગત માળીયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સરવડ,વવાણીયા અને ખાખરેચી ખાતે પણ વિવિધ આરોગ્યને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામા આવેલ હતું.

- text

મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જેમ.કતીરા,ક્યું.એ.એમ.ઓ ડો.હાર્દિક રંગપરીયા,જિલ્લા મેલેરિયા અધિકારી ડો.સી.એલ. વારેવડિયા,માળીયા તાલુકા હેલ્થ ઓફિસર ડો.ડી.જી બાવરવા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ,ખાખરેચીના મેડિકલ ઓફિસરઓ ડો.નિરાલી ભાટિયા,ડો.હાર્દિક પરમારના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા વિસ્તારનાં હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે “વોટર સેનીટેશન & હાયજીન & વેક્ટર કન્ટ્રોલ દિવસ”નિમિતે તેની અગત્યતા,પ્રદુષણની ગંભીર આડ અસરો & તેને ઘટાડવાના ઉપાયો,ચેપી રોગો અને પાણીજન્ય રોગો અને હવાથી ફેલાતા રોગો તેમજ વાહકજન્ય રોગો અને વ્યક્તિગત સ્વચ્છતા વગેરે વિષયો પર વકતૃત્વ સ્પર્ધા/પરિસંવાદ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text