મોરબીની મહિલા દોઢ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપાઇ

- text


મોરબી : મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલી વાણીયા સોસાયટીમાં સિટી બી ડિવિઝન પોલીસે રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની દોઢ બોટલ સાથે એક મહિલાને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે શોભેશ્વર રોડ ઉપર આવેલી વાણીયા સોસાયટીમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી મૂળ અમદાવાદ વસ્ત્રાલના સપનાબેન ઠાકુરદાસ રામચંદાની, ઉ.30ને વિદેશી દારૂની એક અડધી અને એક આખી ભરેલી બોટલ સાથે ઝડપી લઈ રૂપિયા 450નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text