માતૃશાળાનું ઋણ અદા કરતો શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી

- text


વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પી : શાળાઓમાં રૂ.30 હજારનું દાન

મોરબી : મોરબી તાલુકાની શકત શનાળા સરકારી પ્રાથમિક શાળામાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ માતૃશાળાનું ઋણ અદા કરવા વિદ્યાર્થીઓને 2 નોટબુક,લંચ બોક્સ,2 પેન,પેન્સિલ,સાર્પનર અને ઈરેઝર સાથેની શૈક્ષણિક કીટ આપી હતી.તેમજ રૂ.30 હજાર જેટલી રકમનું દાન આપ્યું હતું.

મોરબી તાલુકાની શકત શનાળા સરકારી પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી હાલ જેઓ જી.પી.એસ.સી.પરીક્ષાની તૈયારી કરી પોતાની કારકિર્દી ઘડી રહ્યાં છે.તેવા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી રવિકુમાર પ્રાગજીભાઈ બાવરવા તરફથી ગામની ત્રણેય શાળા શકત શનાળા પ્લોટ પ્રાથમિક શાળા,કુમાર પ્રાથમિક શાળા અને કન્યા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા કુલ 300 જેટલા વિદ્યાર્થીઓને નોટબુક -2,લંચ બોક્સ,પેન -2,પેન્સિલ,સાર્પનર અને ઈરેઝર સાથેની શૈક્ષણિક કીટ અર્પિત કરી હતી.તેમજ અંદાજે 30000/-જેટલી માતબર રકમનું દાન આપી માતૃશાળા પ્રત્યે પોતાનું ઋણ અદા કર્યું હતું.ગામની ત્રણેય શાળાના શાળા પરિવાર તરફથી બાવરવા રવિ તેના જીવન ક્ષેત્રમાં આગળ વધે અને નિશ્ચિત ધ્યેય પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા સાથે અભિનંદન સહ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text

- text