વરડુસર પ્રા.શાળામાં યોજાયો અનોખો બાળ મેળો : છાત્રોએ લગાવ્યા ખાણી-પીણી અને ગેમઝોનના સ્ટોલ

- text


ભુગળા બટેકા, પાઉંભાજી ,પાણીપુરી ,ગેમ ઝોન, સોડા , સ્ટેશનરી, ફ્રુટ ડીશ, મેગી મસાલા જેવા જુદા- જુદા નવ કાઉન્ટરો બનાવાયા

મોરબી : વરડુસર પ્રાથમિક શાળામાં ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ રીતે બાળમેળો ઉજવાયો. જે અંતર્ગત ધોરણ ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા ખાના ખજાના નાસ્તા સ્ટોલનું આયોજન કરવામાં આવેલ. જેમાં ભુગળા બટેકા, પાઉંભાજી ,પાણીપુરી ,ગેમ ઝોન, લીંબુ સોડા – શરબત, ખજૂર બિસ્કીટ, સ્ટેશનરી, ફ્રુટ ડીશ, મેગી મસાલા જેવી અનેક વસ્તુઓના જુદા જુદા નવ કાઉન્ટરોનું વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું.

સ્ટોલનુ ઉદ્ઘાટન સરપંચ મનુભાઈ નંદાસીયા દ્વારા કરવામાં આવેલ તેમજ તેમની સાથે ગ્રામજનો પણ ઉત્સાહભેર સ્ટોલ જોવા અને માણવા માટે આવેલ. ધોરણ એક થી આઠના વિદ્યાર્થીઓ દ્વારા સ્ટોલમાં જુદા જુદા કાઉન્ટરની મુલાકાત લઇ અને નાસ્તાઓની તથા સ્ટેશનરીની ખરીદી કરવામાં આવેલ. શાળા કેમ્પસમાં જ ખાના ખજાના સ્ટોલનુ સુંદર આયોજન કરેલ જેથી મનોરંજનની સાથે વિદ્યાર્થીઓમાં ખરીદ-વેચાણના ગુણોના વિકાસ માટે પ્રેક્ટીકલ કાર્ય કરવા માટે અદભુત આયોજન કરવામાં આવેલ.જેમા રૂપિયા 2050 રૂપિયા સુધીનો નફો મેળવનાર ટીમને પ્રથમ ક્રમાંક આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓ તેમજ એસ.એમ.સી.ના સભ્યો સર્વેનો આચાર્ય પંકજભાઈ ધામેચા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ.

- text

- text