મોરબી જિલ્લામાં વન રક્ષકની પરીક્ષામાં 48 ટકા જ ઉમેદવારો હાજર 

- text


જિલ્લામાં 35 કેન્દ્રમાં લેવાયેલ પરીક્ષામાં 5478 ઉમેદવારો ગેર હાજર રહ્યા 

મોરબી : રાજ્યમાં વન રક્ષકની વર્ગ -3 ની ખાલી 334 જગ્યાઓ માટે આજે પરીક્ષા લેવાયેલ જેમાં મોરબી જિલ્લામાં પણ 35 કેન્દ્રો પર 10,500 ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાંથી માત્ર 48 ટકા એટલે કે 5022 ઉમેદવારોજ હાજર રહ્યા હતા.

- text

મોરબી જિલ્લામાં આજે મોરબી, વાંકાનેર, હળવદ અને ટંકારાના 10 રૂટોમાં 35 કેન્દ્રોમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે વન રક્ષકની વર્ગ -3 ની ખાલી જગ્યાઓ માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ. સોલંકીની ની દેખરેખ પરીક્ષા યોજાઈ હતી જેમાં જિલ્લાના 10,500 ઉમેદવારો મથી માત્ર 5022 જ એટલે 48 ટકા ઉમેદવારોજ હાજર રહ્યા હતા અને 5478 ગેરહાજર રહ્યા હતા.

- text