આગામી વિધાનસભાની ચૂંટણીમાં અત્યારથી જ કામે લાગી જવા કોંગ્રેસી કાર્યકરોને હાકલ 

- text


મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઇ

સાથેસાથે જિલ્લા કોંગ્રેસ અને મોરબી તાલુકા, માળિયા તાલુકા, મોરબી શહેર હોદેદારોની વરણી કરાઈ

મોરબી : મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા મોરબીના ઉમા રિસોર્ટ ખાતે મોરબી જિલ્લા કોગ્રસ પ્રભારી કર્ણદેવસિહ જાડેજા અને જિલ્લા પ્રમુખ જયંતીભાઈના પ્રમખ સ્થાને અગત્યની કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાતની ભાજપ સરકારથી પ્રજા મોઘવારીને કારણે પરેશાન હોય ત્યારે પ્રજાને મોઘવારીમાંથી મુક્ત કરે અને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થતિ કથળી ગયેલ છે ત્યારે લો ઓર્ડર કડક બનાવે તેમજ મોરબી જિલ્લામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના બજેટમાં ૫૦૦ કરોડ ફાળવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લાના ખેડૂતોને પાક માટે સમયસર પાણી અને વીજળી મળી રહે તે માટે સરકારમાં રજૂઆત કરવાનો ઠરાવ કર્યો હતો અને મોરબી નગરપાલિકાના ભ્રષ્ટ વહીવટ સામે પ્રજાલક્ષી કાર્ય કરવાનો પણ ઠરાવ પસાર કરેલ છે. મોરબી જિલ્લાના નાના અને મઘ્યમ ઉધોગો માટે સરકાર વિશેષ રાહત આપે અને વધતા ફ્યુલના ભાવ કાબુમા રાખવાનો પણ ઠરાવ કરેલ હતો.કોગ્રેસના તમામ આગેવાનો, કાર્યકરોએ પ્રજામાં રૂબરૂ જઈને કોંગ્રેસ સદસ્ય બનાવવા ડિજિટલ મેમ્બર શિપ અભિયાન તેજ કરવા કાર્યકરોને સલાહ આપી આવતી વિધાનસભામાં મોરબી જિલ્લામાં આવતી બધી સીટો કોંગ્રેસ જીતે તેવું આહવાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલે કર્યું છે અને તન, મન , ધનથી સહકાર આપી ચુંટણી જીતવા આહવાહન કર્યું હતું.

- text

મોરબી જિલ્લા કોંગ્રેસના આશરે ૩૭૫ વ્યક્તિને હોદા અર્પણ કરેલ છે.જેમાં બહોળી સંખ્યામાં કાર્યકર ભાઈઓ,બહેનો ઉપસ્થીત રહેલ હતા. મોરબી જિલ્લા,મોરબી શહેર, મોરબી તાલુકા, હળવદ તાલુકાના , ટંકારા તાલુકા, માળીયા તાલુકા, માળિયા શહેર કોગ્રેસ સમિતિ ના પ્રમુખ તેમજ જિલ્લા શહેર તાલુકા મહિલા કોગ્રેસના પ્રમુખ તેમજ કોગ્રેસના દરેક સેલના પ્રમુખ હાજર રહ્યા હતા. કુલ મળી સાતસો જેટલા કાર્યકરો હાજર રહ્યા હતા. તેમ કોગ્રેસ સમિતિની યાદીમાં જણાવાયું છે.

- text