મોરબીમાંથી સગીરાને ભગાડી જનાર શખ્સ રાજસ્થાનથી પકડાયો

- text


 

મોરબી : મોરબીમાં સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર શખ્સને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રાજસ્થાનથી પકડી પાડ્યો છે. તેની સાથે સગીરા પણ મળી આવી છે. હાલ આ શખ્સને એ ડિવિઝન પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં 11 માસ પૂર્વે એક શખ્સ સગીરાનું અપહરણ કરી ભગાડી ગયો હતો. આ કેસમાં સીટી એ ડીવી., એલ.સી.બી., એસ.ઓ.જી. તથા એ.એચ.ટી.યુ. સ્ટાફના માણસોની ટીમો બનાવી ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન
વિગેરે રાજ્યમાં તપાસ કરી શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા. દરમ્યાન એ.એચ.ટી.યુ. સ્ટાફને હકીકત મળેલ કે, સદર ગુનાના આરોપી તથા
કોપર્સ રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ જિલ્લામાં છે. જે અન્વયે સ્ટાફના માણસો સાથે તપાસ કરતા આરોપી નિકુંજ ભગવાનજીભાઇ સોરઠીયા ઉ.વ. 21 રહે.મુળ લોઠીયા તા.જિ.જામનગર વાળો તથા કોપર્સ એમ બન્ને રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ જિલ્લાના ગંગરાર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ આજોલીયાકા ખેડામાં સેવન હોટલ ખાતેથી મળી આવતા હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે.ને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

- text

આ કામગીરીમાં એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, એ.એ.જાડેજા તથા ASI રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ તથા હેડ કોન્સ. જયવંતસિંહ ગોહીલ, દશરથસિંહ ચાવડા, તથા પો.કોન્સ. નંદલાલ વરમોરા, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા, બકુલભાઇ કાસુન્દ્રા તથા વુપોકોન્સ. કોમલબેન મિયાત્રા રોકાયેલ હતા.

- text