મર્ડર : મોરબીમાં પત્નીને મોઢે ડૂચો દઈ દસ્તાથી ફટકારી મોતને ઘાટ ઉતારતો પતિ

- text


 

દીકરી ઘરે આવી તો તાળું લટકતું હતું, સ્થાનિકોએ તાળું તોડ્યું તો અંદરથી હત્યા કરાયેલ લાશ મળી

મોરબી : મોરબીમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પતિએ પત્નીના મોઢે ડૂચો દઈ દસ્તા ફટકારીને બેરહેમીથી પોતાની જ અર્ધાંગિનીને મોતને ઘાટ ઉતારી છે. આ બનાવની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત થતી વિગત અનુસાર મોરબીના સામાંકાંઠે વિદ્યુતનગરનો ઢાર ઉતરતા રહેતા પ્રવીણભાઈ કુબાવતે આજે સાંજના અરસામાં તેમના પત્ની ભાવનાબેન કુબાવતને ઘરે એકલા હોય ત્યારે મોઢે ડૂચો દઈને દસ્તા ફટકારી મોતને ઘાટ ઉતાર્યા હતા. બાદમાં મકાન બંધ કરી તેઓ ભાગી ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ સાંજે જ્યારે તેમની દીકરી ઘરે આવી ત્યારે ઘરે તાળું જોવા મળ્યું હતું.

તાળું જોયા બાદ નાની દીકરીએ આસપાસના લોકોને આ અંગે કહ્યું હતું. જેથી સ્થાનિક લોકોએ તાળું તોડતા અંદર ભાવનાબેનનો મોઢે ડૂચો દીધેલી હાલતમાં મૃતદેહ પડ્યો હતો. સ્થાનિકોએ આ અંગે પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને મૃતદેહને પીએમ માટે ખસેડયો હતો. સાથે પોલીસે હત્યારા પતિને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text

સ્થાનિકોના જણાવ્યા મુજબ સાંજે 4:30 વાગ્યાના અરસામાં ભાવનાબેન બહાર કચરો નાખવા પણ આવ્યા હતા. એટલે તેમની હત્યા 4:30 વાગ્યા બાદ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત સ્થાનિકોના જણાવ્યા મુજબ હત્યારા પ્રવીણભાઈ દારૂ પીવાની ટેવ ધરાવે છે.આ હત્યા પાછળ ઘર કંકાસ કારણભૂત છે.

- text