સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવન દ્વારા એક દિવસીય સેમિનારનું આયોજન

- text


સ્વતંત્રતા સંગ્રામમાં પત્રકારોની ભૂમિકા વિષયે સેમિનાર યોજાશે : રૂબરૂ રજિસ્ટ્રેશન કરાવાનું રહેશે

મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ.ડી.શેઠ પત્રકારત્વ ભવન દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત એક દિવસીય રાજયકક્ષાના સેમિનારનું આયોજન તા.૨૪ના રોજ કરવામાં આવ્યું છે.”ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં પત્રકારત્વની ભૂમિકા” વિષય ૫૨ નિષ્ણાતોના વકતવ્ય યોજાશે.કોઈપણ શાખાના વિદ્યાર્થીઓ આ સેમિનારમાં જોડાઈ શકશે.

આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી અંતર્ગત પત્રકારત્વ ભવન દ્વારા ‘ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં પત્રકારત્વની ભૂમિકા’ વિષય પર સેમિનારનું તા. ૨૪મીના રોજ સવારે ૧૦ વાગ્યે આયોજન કરવામાં આવ્યું છે.આ સેમિનારમાં પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડયા,ફુલછાબના તંત્રી કૌશિકભાઈ મહેતા અને ચિત્રલેખા રાજકોટના સિનિયર કોરસપોન્ડન્ટ જવલંતભાઈ છાયા “ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં પત્રકારત્વની ભૂમિકા” વિષય પર વક્તવ્ય આપશે.આ સેમિનારમાં ભારતીય આઝાદી સમયે પત્રકારત્વની ભૂમિકા કેવી રહી તેના પર ત્રણેય વકતાઓ પ્રકાશ પાડશે.સેમિનારના અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ર્ડા.ગીરીશભાઈ ભીમાણી ઉપસ્થિત રહેશે.

- text

રાજયકક્ષાના આ સેમિનારમાં કોઈપણ શાખાના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. સેમિનારમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીએ તા.૨૧ના રોજ સાંજના ૫ વાગ્યા સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.વિશેષ માહિતી તથા રજિસ્ટ્રેશન માટે ફોન નં (૦૨૮૧) ૨૫૮૬૪૧૮ ઉપર સંપર્ક કરવાનો રહેશે તથા રજિસ્ટ્રેશન માટે રૂબરૂ આવવાનું રહેશે.તેમ પત્રકારત્વ ભવનના અધ્યક્ષા ર્ડા. નીતાબેન ઉદાણીની યાદીમાં જણાવાયું છે.

- text