વાંકાનેરમાં ચાર વરલી ભક્તને ઝડપી લેતી એલસીબી

- text


નગરપાલિકા ટાઉન હોલ નજીક એલસીબી પોલીસનો સપાટો : 28,210નો મુદ્દામાલ કબ્જે

વાંકાનેર : વાંકાનેરમાં એલસીબી પોલીસ ટીમે વરલી મટકાના ધંધાર્થીઓ ઉપર સપાટો બોલાવી એક સાથે ચાર શખ્સોને ઝડપી લઈ રૂપિયા 8210ની રોકડ સહિત કુલ 28,210નો મુદ્દામાલ કબ્જે કરી ચારેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરમાં એલસીબી ટીમે દરોડો પાડી નગરપાલિકા ટાઉન હોલ નજીક જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા હાફીઝ હીદાયતભાઇ ઇસાણી, સુભાષભાઇ વસંતભાઇ મીયાત્રા, જગદીશ ઉર્ફે બલી નાજાભાઇ ગોહેલ અને પ્રદીપ રમણીકભાઇ પઢારીયાને વર્લી સાહીત્ય તથા રોકડા રૂા.8210 તેમજ મોબાઇલ ફોન નંગ-04 કિ.રૂા.20,000 મળી કી.રૂા.28,210 સાથે ઝડપી લઈ વાંકાનેર સિટી પોલીસ મથકમાં જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text