મોરબીમાં 70 વર્ષના તબીબ દોડવીરે પોણા બાર કલાકમાં 72 કિમિની દોડ પુરી કરી

- text


 

18 વર્ષથી ઉપરના 290 સ્પર્ધકમાંથી 19 મો ક્રમ મેળવ્યો

મોરબી : મોરબીમાં યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ સાથે હંમેશા પોતાનો રેકોર્ડ તોડતા 70 વર્ષના દોડવીરે અમદાવાદમાં યોજાયેલ નાઈટ અલ્ટ્રા 3.0 ની 12 કલાકનીની 72 કિમિની દોડ માત્ર પોણા બાર કલાકમાં જ પુરી કરી છે.

- text

મોરબીમાં વર્ષોથી તબીબી ક્ષેત્રે સંકળાયેલા ડો. અનિલ પટેલ 70 વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે તેવું દોડે છે અને ગુજરાતમાં ક્યાંય પણ દોડની સ્પર્ધા હોય તો તેમાં આ તબીબ ન હોય એવું બને જ નહીં.આ તબીબે અત્યાર સુધીમાં અનેક સ્પર્ધામાં ભાગ લઈ અને હમેંશા નંબર મેળવેલ છે ત્યારે તાજેતરમાં તા. 5 ના રોજ જ અમદાવાદ ખાતે યોજાયેલ સૌથી લાંબી 72 કિમીની દોડમાં આ તબીબે પોણા બાર કલાકમાં જ 72 કિમિ પૂરું કરી અને સ્પર્ધામાં જોડાયેલા યુવાનો ને પણ હંફાવી દીધા હતા. આ સ્પર્ધામાં 18 વર્ષથી ઉપરના 290 સ્પર્ધકો જોડાયા હતા એમાં ડો. અનિલ પટેલની ઉંમરના માત્ર 2 જ લોકો હતા. બાકીના મોટાભાગના યુવાનો હતા . આમ છતાં તેમને 19મો ક્રમ મેળવી માત્ર પોણા બાર કલાકમાં જ સ્પર્ધા પુરી કરી અને મોરબીનું ગૌરવ વધાર્યું છે.

- text