નાની વાવડી ગામે ઓર્થોપેડિક અને ફિઝીયોથેરાપી કેમ્પનો 150 દર્દીઓએ લીધો લાભ

- text


 

મોરબી : મોરબીના નાની વાવડી ગામે કન્યા શાળામાં આજે મંગળવારના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નિઃશુલ્ક ઓર્થોપેડિક અને ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડો. મહેન્દ્ર ફેફર અને ડૉ. અંજલિ રાંકજા પડસુંબિયા સેવા આપી હતી. 150 જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.

- text