નવયુગ કોલેજ દ્વારા માર્ગદર્શન સેમીનાર યોજી મહિલા દિવસની ઉજવણી

- text


 

મોરબી : આજરોજ નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવયુગ સંકુલ-વીરપર ખાતે સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ વિશિષ્ઠ સેમિનાર નું આયોજન કરાયુ હતું.

આ કાર્યક્રમમા મોટીવેશનલ સ્પીકર મોહિસા મોહિનાઇ મુખ્ય મહેમાન તેમજ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અને BBA તેમજ B. Sc.ની વિદ્યાર્થીનીઓને વુમન એમ્પાવરમેન્ટ, કારકિર્દિમા ન્યુમેરોલોજીની સફળતા વિશે માર્ગદર્શન પૂરું પડ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા, મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સારસાવડિયા, B.Sc. વિભાગના પ્રિન્સિપાલ વરુણ ભીલા, BBA વિભાગના પ્રિન્સિપાલ હિરેન મહેતા, સંકુલ વિભાગના પ્રિન્સિપાલ યતિન રાવલ, B.Com. વિભાગના પ્રિન્સિપાલ નિલેશ મીરાણી, કોમર્સ વિભાગના પ્રિન્સિપાલ વિનોદ વરમોરા HR વિભાગમાંથી પારૂલ પટેલ તેમજ નવયુગ ગ્રૂપ ઓફ કોલેજના તમામ સ્ટાફ સભ્યોએ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

- text

આજ રોજ મહિલા દિવસ નિમિતે *સેનિટરી પેડ વેન્ડર મશીનનું ઉદ્ઘાટન* કરી નવયુગ ગ્રુપ ઓફ કોલેજ મોરબી ની એવી સૌપ્રથમ કોલેજ બનેલ છે જે કોલેજની મહિલાઓ માટે સેનિટરી પેડ વેન્ડર મશીન ઉપસ્થિત કરાવ્યું છે તેથી નવયુગ ગ્રૂપ ઓફ કોલેજ ની મહિલાઓએ સંસ્થા ના પ્રમુખશ્રી નો આભાર વ્યક્ત કર્યો હતો.

- text