ખોખરા હનુમાન હરિહરધામમાં રામકથા તથા હનુમાનજીની વિરાટ પ્રતિમાનું અનાવરણ

- text


મોરબી: ખોખરા હનુમાન હરિહરધામ સેવા સમિતિ દ્વારા આગામી તારીખ 9 થી 16 એપ્રિલ દરમિયાન ખોખરા હનુમાન હરિહરધામના પવિત્ર પ્રાંગણમાં ૧૦૮ પોથી રામકથા તથા ગુજરાતની સૌથી ઊંચી ૧૦૮ ફૂટની હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવનાર છે.

સદગુરુ પૂજ્ય કેશવાનંદ બાપુની સાધના ભૂમિ ખોખરા હનુમાન હરિહરધામમાં નવનિર્મિત સાત અબજ જેટલા રામનામ મહામંત્ર સ્થાપિત 108 ફૂટ ઊંચી હનુમાનજી મહારાજ વિરાટ પ્રતિમાના અનાવરણ ઉપલક્ષે રામ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ પર મહામંડલેશ્વર 1008 પૂજ્ય મા શ્રી કનકેશ્વરી દેવીજી બિરાજમાન થશે. કથા દરરોજ 9:30 થી 1:00 વાગ્યા સુધી યોજાશે.

- text

કથા દરમિયાન સુપ્રસિદ્ધ ધર્મસ્થાનથી સાધુ-સંતો, મહંતો, મહામંડલેશ્વરો, આચાર્ય તેમજ વિદ્વાન કથાકારોની ઉપસ્થિતિ રહેશે. કથા શ્રવણ માટે પધારતા ભક્તજનો માટે દરરોજ બપોરના સમયે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે રાત્રિના સમયે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સંતવાણી ભજનનો કાર્યક્રમ રાખવામાં આવશે. આ આધ્યાત્મિક ઉત્સવમાં પધારવા જાહેર જનતાને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text