મોરબી જિલ્લાની પુસ્તક વાચક સ્પર્ધા સંપન્ન : વિજેતાઓ હવે રાજ્ય કક્ષાએ જશે

- text


મોરબી : સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત અને સમગ્ર શિક્ષા મોરબી આયોજિત જિલ્લા કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધાનું આયોજન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તેમજ જિલ્લા પ્રોજેકટ કો ઓર્ડીનેટર અને જિલ્લા શિક્ષણાધિકારી મોરબી બી. એમ. સોલંકીના માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન મોરબી ખાતે કરવામાં આવ્યુ હતું.

જેમાં ધો. ૬, ૭, ૮, ૯ અને ધો.૧૧ ના તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થયેલ કુલ 26 વિધાર્થીઓએ ભાગ લીધો. જેમાંથી મોરબી જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંકે અમીકુમારી રામાનુજ- સાવડી પ્રા. શાળા, ધ્રુવેશ સોનગ્રા- પે.સે. શાળા -હળવદ, આસ્થા પાંચોટીયા- ભરતનગર પ્રા. શાળા, દીક્ષિત બોરીચા -મોડેલ સ્કૂલ મોટીબરાર, અવની ડાંગર- મોડેલ સ્કૂલ મોટીબરાર રહ્યા છે. હવે આ જિલ્લા કક્ષાના વિજેતા વિધાર્થીઓ રાજ્ય કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

આ સ્પર્ધામાં 26 જેટલા વિધાર્થીઓએ પોતે વાંચેલા પુસ્તકો વિશે દશેક મિનિટમાં પુસ્તકની માહિતી, કેન્દ્રવર્તી વિચાર, પુસ્તકની ઉપયોગીતા બાબતે મૌલિક ચિંતન વ્યક્તવ્ય સ્વરૂપે રજૂ કર્યા. ઇન્ટરનેટ અને મોબાઈલના યુગમાં પુસ્તકોનું ખૂબ ઊંડાણપૂર્વકનું અને રસપૂર્વકનું વાંચન અને અધ્ધયન કરીને આ બાળકોએ જે રજૂઆત કરી છે એ નિર્ણાયકોનું પાણી માપી લે એવી હતી.

- text

આ સ્પર્ધામાં તટસ્થ રીતે નિર્ણાયક તરીકે રમેશભાઇ કાલરીયા, અમૃતલાલ કાંજીયા, વિજયભાઈ દલસાણિયા તેમજ હર્ષદભાઈ મારવણીયાએ ભૂમિકા બજવી હતી. આ કામગીરીમાં બીઆરસી કો ઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા, જિલ્લા એમ.આઈ.એસ હિતેશભાઈ મર્થક અને બીઆરપી પ્રજ્ઞા વિરલભાઈ સાણજાએ સહયોગ આપ્યો હતો.

- text