MCX વિક્લી રિપોર્ટ : સોનાના વાયદાના ભાવમાં રૂ.1,038 અને ચાંદીમાં રૂ.2,534નો ઉછાળો

- text


ક્રૂડ તેલમાં પણ તેજીનો માહોલઃ મેન્થા તેલ, રબરમાં નરમાઈ

બુલડેક્સ વાયદામાં 458 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 856 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 592 પોઈન્ટની સાપ્તાહિક મૂવમેન્ટ

ક્રૂડ તેલના ઓપ્શન્સમાં રૂ.74,592.70 કરોડ અને નેચરલ ગેસના ઓપ્શન્સમાં રૂ.2,961.14 કરોડનાં નોંધપાત્ર કામકાજ

મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા,ઓપ્શન્સ અને ઈન્ડેક્સ વાયદાઓમાં 4થી 10 ફેબ્રુઆરીના સપ્તાહ દરમિયાન 2,273,167 સોદાઓમાં કુલ રૂ.190,357.59 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 458 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 856 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના માર્ચ વાયદામાં 592 પોઈન્ટની સાપ્તાહિક મૂવમેન્ટ રહી હતી.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં 7,33,709 સોદાઓમાં કુલ રૂ.38,915.03 કરોડનાં કામકાજ એમસીએક્સ પર થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.47,976ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.48,990 અને નીચામાં રૂ.47,702ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,038ના ઉછાળા સાથે રૂ.48,955ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.648 વધી રૂ.39,118 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.65 વધી રૂ.4,855ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,918ના ભાવે ખૂલી, રૂ.988 વધી રૂ.48,867ના સ્તરે બંધ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.61,070ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,594 અને નીચામાં રૂ.60,221ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. 2534ના ઉછાળા સાથે રૂ.63,266ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 2406 ઊછળી રૂ.63,465 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2,398 ઊછળી રૂ.63,458 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 1,44,130 સોદાઓમાં રૂ.29,167.17 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.17.20 વધી રૂ.260.35 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.11.25 વધી રૂ.309ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.31.40 વધી રૂ.785.35 અને નિકલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.52.2 વધી રૂ.1,782.90 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2.20 વધી રૂ.186ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર 4,96,875 સોદાઓમાં કુલ રૂ.39,855.02 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.6,714ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,958 અને નીચામાં રૂ.6,616ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે બેરલદીઠ રૂ.158 ઊછળીને રૂ.6,799 બંધ થયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.69.50 ઘટી રૂ.299.80 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે સપ્તાહ દરમિયાન 6,556 સોદાઓમાં રૂ.806.60 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ રૂ.2,020 બંધ થયો હતો. કોટન ફેબ્રુઆરી વાયદો 1 ગાંસડીદીઠ રૂ.37,660ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.38,230 અને નીચામાં રૂ.37,260ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.770 વધી રૂ.38,160ના સ્તરે પહોંચ્યો હતો. રબર ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,600ના ભાવે ખૂલી, રૂ.185ની નરમાઈ સાથે રૂ.16622 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10.60 ઘટી રૂ.961.50 થયો હતો.

- text

કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 101,060 સોદાઓમાં રૂ.15,437.37 કરોડનાં 31,929.284 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 632,649 સોદાઓમાં કુલ રૂ.23,477.66 કરોડનાં 3,773.550 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 229,493 સોદાઓમાં રૂ.23,658.68 કરોડનાં 3,49,86,600 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 267,382 સોદાઓમાં રૂ.16,196 કરોડનાં 496251250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 5,904 સોદાઓમાં રૂ.781.72 કરોડનાં 206975 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 601 સોદાઓમાં રૂ.22.49 કરોડનાં 232.92 ટન, રબરના વાયદાઓમાં 35 સોદાઓમાં રૂ.0.60 કરોડનાં 36 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 18,604.997 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 525.879 ટન, ક્રૂડ તેલમાં 1233200 બેરલ અને નેચરલ ગેસમાં 12013750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 185025 ગાંસડી, મેન્થા તેલમાં 391.68 ટન, રબરમાં 67 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 21984 સોદાઓમાં રૂ.2,003.18 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 7,197 સોદાઓમાં રૂ.564.65 કરોડનાં 7,987 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 12,189 સોદાઓમાં રૂ.1,205.78 કરોડનાં 12,981 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 2,598 સોદાઓમાં રૂ.232.75 કરોડનાં 2,741 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 1,072 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,824 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 126 લોટ્સના સ્તરે રહ્યો હતો.

એનર્જી ઈન્ડેક્સનો માર્ચ વાયદો 7,096ના સ્તરે ખૂલી, 592 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 316 પોઈન્ટ ઘટી 6,604ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 14,013ના સ્તરે ખૂલી, 458 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 357 પોઈન્ટ વધી 14,352ના સ્તરે અને મેટલડેક્સ ફેબ્રુઆરી વાયદો 18,299ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં 7,125ના ઉચ્ચતમ સ્તરને સ્પર્શી, નીચામાં 6,533 બોલાઈ, સપ્તાહ દરમિયાન 856 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 739 પોઈન્ટ વધી 18977ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 869913 સોદાઓમાં રૂ.79,610.59 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સપ્તાહ દરમિયાન ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 365.20 કરોડનું થયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,076.69 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.954.93 કરોડનાં કામ થયાં હતાં. ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.74,592.70 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,961.14 કરોડનાં કામકાજ થયાં હતાં.

- text