મોઢા-ગળાના કેન્સર તથા પ્લાસ્ટિક સર્જરીના બે નિષ્ણાંત તબીબ શનિવારે મોરબીમાં, ખાસ ઓપીડીનું આયોજન

- text


 

  • કેન્સર સંબંધિત બીમારી માટેની શ્રેષ્ઠ તબીબી સેવા ઘરઆંગણે : રજિસ્ટ્રેશન ફરજીયાત

  • ડો. દીપેન પટેલ અને ડો. રઘુવીર સોલંકી દ્વારા મોરબીમાં જયેશ સનારિયાની સ્પર્શ ક્લિનિકમાં 22મીએ 4થી 7 વાગ્યા સુધી ઓપીડી કરાશે

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોઢા-ગળાના કેન્સર તથા પ્લાસ્ટિક સર્જરીના બે નિષ્ણાંત તબીબ તા.22ને શનિવારે મોરબીમાં આવી રહ્યા છે. તેઓ દ્વારા સાંજે ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કેન્સર સંબંધિત બીમારી માટે મોરબીના લોકોને ઘરઆંગણે જ નિદાન અને જરૂરી માર્ગદર્શન મેળવવાની સવલત મળવાની છે.અમદાવાદના થલતેજ પાસે એસજી હાઇવે ઉપર ઝાયડ્સ કેન્સર સેન્ટર કાર્યરત છે. ત્યાંના બે નિષ્ણાંત તબીબો ડો. દીપેન પટેલ અને ડો. રઘુવીર સોલંકી આગામી તા.22ને શનિવારના રોજ મોરબી ખાતે ઓપીડી યોજવાના છે. મોરબી ખાતે શનાળા રોડ ઉપર ઉમિયા હોલ સામે આવેલ બીજા માળે આવેલ એપલ હોસ્પિટલમાં કાર્યરત ડો. જયેશ સનારિયાની સ્પર્શ ક્લિનિકમાં સાંજે 4થી 7 વાગ્યા સુધી ઓપીડી સેવા આપવાના છે.

- text

ડો.દીપેન પટેલ (MS M.ch) મોઢા અને ગળાના કેન્સર સર્જન છે. તેઓ ગાલ-જીભ તેમજ જડબામાં છાલા પડવા, મોઢામાં સફેદ કે લાલ ચાંદા પડવા, મોઢાનું ઓછું ખુલવું, અવાજમાં બદલાવ તેમજ ભારેપણું, ખોરાક ગળવામાં તકલીફ પડવી, ગળામાં સોજો કે ગાંઠ થવી વગેરે બીમારીના નિષ્ણાંત છે. જ્યારે ડો. રઘુવીર સોલંકી (MS, M.ch) પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જન છે. તેઓ મોઢાના કેન્સર માટેની અને કેન્સર પછીની પ્લાસ્ટિક સર્જરી, કેન્સર પછીનો દેખાવ સુધારવા માટેની પ્લાસ્ટિક સર્જરી, મ્યુકરમાઇકોસીસ માટેની પ્લાસ્ટિ સર્જરી, સ્તન કેન્સર પછીની પ્લાસ્ટિક સર્જરી, ન રૂઝાતા ઘા માટેની પ્લાસ્ટિક સર્જરીના નિષ્ણાંત છે.

કેન્સરને સંબંધીત બીમારી માટે મોરબીના લોકોને છેક અમદાવાદ કે મુંબઈ સુધી ધક્કા ખાવા પડે છે. પણ અમદાવાદની પ્રખ્યાત ઝાયડ્સ કેન્સર સેન્ટરના નિષ્ણાંત તબીબો મોરબી ઓપીડી માટે આવી રહ્યા હોય, મોરબીના લોકોને ઘરઆંગણે જ શ્રેષ્ઠ તબીબી સેવા મળવાની છે. આ ઓપીડીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજિસ્ટ્રેશન માટે મો.નં. 9879603030 ઉપર સંપર્ક કરવાનો રહેશે. ઓપીડીનો લાભ લેવા અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું અને જૂના રિપોર્ટ સાથે રાખવા જરૂરી છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.

- text