મોરબી જિલ્લામાં કાલે ગુરુવારે 235 સ્થળોએ વેક્સિનેશન કેમ્પ

- text


 

મોરબી: વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લાભરમાં સઘન પ્રયત્નો થઇ રહ્યા છે. ઉપરાંત આરોગ્ય તંત્ર દ્વારા પૂરજોશમાં રસીકરણની કામગીરી થઇ રહી છે.ત્યારે આવતીકાલે ગુરુવારે અલગ-અલગ 235 સ્થળોએ વેક્સિન આપવામાં આવશે.

- text

જે અંતર્ગત મોરબી તાલુકામાં 63, માળીયા તાલુકામાં 17, વાંકાનેર તાલુકામાં 64, ટંકારા તાલુકામાં 47 તેમજ હળવદ તાલુકામાં 44 સ્થળે રસીકરણ કેમ્પ યોજાશે.

જિલ્લાભરમાં કોવિશિલ્ડના 29700 ડોઝ અને કોવેક્સિનના 8800 ડોઝ આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. રસી લેવામાં બાકી તમામ લોકોને આ કેમ્પમાં વેક્સિન મુકાવી લેવા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરાઇ છે.

- text