મોરબી જિલ્લામાં આજે કોરોનાના 265 કેસ : એક્ટિવ કેસ 1000ને પાર

- text


 

80 ટકા કેસ મોરબી તાલુકામાં જ : જિલ્લામાંથી 102 દર્દીઓ થયા રિકવર

મોરબી : મોરબી જિલ્લાના કોરોનાના કેસ ગઈકાલ કરતા ઓછા આવ્યા છે. પણ નવા કેસનો આંક સામાન્ય દિવસો કરતા તો વધુ જ છે. જિલ્લામાં નવા 265 કેસ નોંધાયા છે. આ સાથે જ એક્ટિવ કેસનો આંકડો 1000ને પાર થઈ ગયો છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1758 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 265 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 102 લોકો સાજા પણ થયા છે. નવા કેસોમાં 80 ટકા કેસો એકલા મોરબી તાલુકામાં નોંધાયા છે.

- text

19 જાન્યુઆરી, બુધવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત

મોરબી ગ્રામ્ય : 88
મોરબી શહેર : 122
વાંકાનેર ગ્રામ્ય : 09
વાંકાનેર શહેર : 09
હળવદ ગ્રામ્ય : 14
હળવદ શહેર : 00
ટંકારા ગ્રામ્ય : 15
ટંકારા શહેર : 00
માળિયા ગ્રામ્ય : 08
માળિયા શહેર : 00
કુલ : 265

19 જાન્યુઆરી, બુધવારે રિકવર થયેલા કેસની વિગત

મોરબી તાલુકા : 85
વાંકાનેર તાલુકા : 12
હળવદ તાલુકા : 02
ટંકારા તાલુકા : 02
માળિયા તાલુકા : 01
કુલ ડિસ્ચાર્જ : 102

- text