14 જાન્યુઆરી : આજે 906ના લોકોના કોરોના ટેસ્ટમાંથી 38 પોઝિટિવ

- text


આજે નવા 38 કેસની સામે 34 લોકો કોરોના માંથી સાજા પણ થયા

મોરબી : મોરબી જિલ્લામાં આજે 14 જાન્યુઆરીના દિવસે કુલ 906 લોકોના કોરોના ટેસ્ટિંગ કરાયા હતા. જેમાંથી 38 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં મોરબી શહેરમાં 15 અને તાલુકામાં 9, વાંકાનેર શહેરમાં 1 અને તાલુકામાં 4 તેમજ હળવદ શહેરમાં 1 અને તાલુકામાં 5 તેમજ ટંકારા શહેરમાં 0 અને તાલુકામાં 1 તેમજ માળિયા શહેરમાં 0 અને તાલુકામાં 2 કેસ નોંધાયા છે.

મોરબી જિલ્લામાં આજે નવા 38 કેસની સામે આજે 34 લોકો કોરોનામાંથી સાજા પણ થયા છે. જેમાં મોરબી તાલુકામાં 32 અને ટંકારા તાલુકામાં 2 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે આજના નવા 38 કેસ અને 34 ડિસ્ચાર્જ કેસ બાદ મોરબી જિલ્લામાં કુલ 381 એક્ટિવ કેસની સંખ્યા રહી છે.

- text

- text