હળવદમાં ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા દાતાના સહયોગથી બાળકોને પતંગ – ફિરકીનું વિતરણ

- text


દાતા અપ્પુભાઈ ભરવાડે બીજા માટે ખરીદીના અનોખા આનંદને સાર્થક કર્યો : બાળકો ખુશખુશાલ

હળવદ : ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા દાતાના સહયોગથી મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યાએ હળવદ શહેરના સ્લમ વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર જઈ બાળકોને પતંગ અને દોરી તેમજ ગેસના ફુગ્ગા ( છોટાભીમ ના બલુન) આપવામાં આવ્યા હતા.

ગઈકાલે હળવદ ફ્રેન્ડ યુવા સેવા ગ્રુપ દ્વારા મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યા શહેરના વિનોબા ગ્રાઉન્ડ તેમજ અલગ વિસ્તારનામાં જઈ બાળકોને નિશુલ્ક પતંગ દોરી અને ગેસ ના ફુગા વિતરણ કરવામાં આવ્યા હતા પતંગ અને ફિરકી મેળવીને બાળકો પણ ખુશખુશાલ થઈ ગયા હતા આ પ્રોજેક્ટના દાતા અપ્પુભાઈ ભરવાડ રહ્યા હતા.

આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ગ્રુપના પ્રમુખ અજુભાઈ ઠાકોર,મયુરભાઈ પરમાર, સંજયભાઈ માલી,સચીનભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા.

- text

- text