ટંકારામા જૈન કિશોરે કઠોર ઉપધાન તપ પરિપૂર્ણ કર્યું

- text


ટંકારાને પારણાનો લાભ મળતા જૈન જૈનેતરોએ દેરાસર ખાતે અનુમોદના કરી

ટંકારા : ટંકારાના જૈન કિશોર વિક્રાંત મિતેષભાઈ મહેતાએ કઠોર ઉપધાન તપ પરીપૂર્ણ કરતા પારણાનો લાભ ટંકારાને મળતા સમસ્ત જૈન જૈનેતરે દેરાસર ખાતે અનુમોદના કરી હતી.

જૈનધર્મમા ઉપધાન તપનું ખાસ મહત્વ છે. ઉપધાન તપમાં 47 દિવસ અખંડ આરાધના,એક ઉપવાસ એક નિવી (એક ટાણું) કરી જપ,સ્વાધ્યાય અને ભક્તિ કરવામાં આવે છે. 1 લાખ નવકાર મંત્રનો જાપ,7 હજાર લોગસ્સનો કાઉસ્સગ્ગ,1.5 હજાર શક્રસ્તવનો પાઠ, હજારો ખમાસણા, 21 ઉપવાસ,10 આયંબિલ અને 16 નીવિ હોય છે. 47 દિવસ સ્નાન કે કોઈ સ્ત્રી પુરુષને અડી પણ શકતા નથી અને સુર્યોદયથી સુર્યોસ્ત સુધી પાણી પીવાનું હોય છે અને સાધુ જીવન પ્રમાણે નિત્યક્રમ રહે છે.

આવા કઠોર તપના આરાધક 14 વર્ષીય ટંકારાના વિક્રાંત મિતેષભાઈ મહેતાએ ગુરુભગવંત આચાર્ય દેવ બંધુ બેલડી જિનચંદ્રસાગર સુરીશ્વર અને હેમચંદ્રસાગર સુરીશ્વરની નિશ્રામા અયોધ્યાપુરમ તિર્થ ખાતે પરીપૂર્ણ કર્યુ હતું. જેને સૌ ટંકારા તાલુકાના જૈન જૈનેતરો ટંકારા પધારતા અને પારણાનો લાભ મળતા અનુમોદના કરવા અને ભાગ્યશાળી આત્માના દર્શન કરવા પહોચ્યા હતા.વિક્રાંતના માતા નિશાબેન અને પિતા મિતેષભાઈ મહેતાના લાડકવાયા વિક્રાંતે કઠોર તપ માનું એક ઉપધાન તપ પુર્ણ કરતા ટંકારા જૈન દેરાસર ખાતે ધાર્મિક પ્રસંગની માફક ઉજવણી કરવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text