સિરામીક ફેકટરીમાં બેલ્ટમાં ફસાઈ જતા યુવાનનું મોત

- text


મોરબી : માટેલ રોડ ઉપર ઢુંવા નજીક આવેલ શ્રી સીરામીક ફેકટરીમાં કામ કરતી વખતે શ્રમિક યુવાનનું બેલ્ટમાં ફસાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માટેલ રોડ ઉપર ઢુંવા નજીક આવેલ શ્રી સિરામીકમાં માટી ખાતામાં મજૂરી કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના આનંદકુમાર ગોવિંદભાઇ બાયમ ઉ.35નું અકસ્માતે મશીનના બેલ્ટમાં આવી જતા માથામાં ગંભીર ઇજા થતા મોરબી નક્ષત્ર હોસ્પીટલમા સારવારમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text