હોટલમાં પાર્ક કરેલા ટ્રકની કેબીન ઉપરથી પડી જતા યુવાનનું મોત

- text


હળવદ : ધ્રાંગધ્રા-હળવદ સ્ટેટ હાઇવે રોડ ઉપર સુખપુર ગામ નજીક આવેલી જુની રામદેવ હોટલના ગ્રાઉન્ડમા પાર્ક કરેલા ટ્રકની કેબીન ઉપરથી પડી જતા રાજસ્થાની યુવાનનું મૃત્યુ નિપજતા પોલીસે તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રા-હળવદ સ્ટેટ હાઇવે રોડ ઉપર સુખપુર ગામ નજીક આવેલી જુની રામદેવ હોટલના ગ્રાઉન્ડમા પાર્ક કરેલા ટ્રકની કેબીન ઉપરથી ગત તા.1ના રોજ રાત્રીના સમયે પડી જતા વિષ્ણુભાઇ ઉર્ફે કાલુ બાલચંદ ખટિક ઉ.વ.૩૭ રહે.બોરાવાસ તા.લાડપુર જી.કોટા રાજસ્થાન વાળાને માથામાં ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text