પોલીસને બાતમી કેમ આપો છો કહી મોટર સાયકલનો બુકડો બોલાવી દીધો

- text


માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામના બનાવમાં પાંચ વિરુદ્ધ ગુન્હો દાખલ

માળીયા : માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે પોલીસને બાતમી આપી કેમ પકડાવી દયો છો તેવું કહી પાંચ શખ્સોએ બે મહિલાઓ સાથે ગાળા ગાળી કરી મોટર સાયકલનો ભુક્કો બોલાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળિયાના મોટા દહીંસરા ગામે વિવેકાનંદ નગરમાં રહેતા મયુરભાઇ જયશુખભાઇ જોષીના ઘરે જઈ અજયસિંહ ભાવુભા જાડેજા, જયેંદ્રસિંહ બળવંતસિંહ જાડેજા, પ્રવીણભાઇ બચુભાઇ જોષી, ભગીરથસિંહ હેંમતસિંહ પરમાર તથા ભગીરથસિંહ જુગુભા જાડેજાએ મયુરભાઈના માતા અને બહેન સાથે માથાકૂટ કરી તમો પોલીસને માહીતી આપી પકડાવો છો અને બાજુની વાડાની જમીન વાપરો છો તેવું કહી લોખંડના પાઇપ વડે મયુરભાઈના મોટર સાયકલમાં નુકસાન કર્યું હતું તેમજ જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.

- text

આ બનાવમાં માળીયા પોલીસે મયુરભાઈની ફરિયાદના આધારે પાંચેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૧૧૪ તથા GP ACT કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text