મોરબીમાં રવિવારે સુપરસ્પેશિયાલિટી નિઃશુલ્ક નિદાન કેમ્પ : નિષ્ણાંત તબીબોની સેવા ઘરઆંગણે મળશે

- text


શેલ્બી હોસ્પિટલ અમદાવાદ, મોરબી સિરામિક એસોસિયેશન અને શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજન

કેમ્પમાં ઘૂંટણ તથા અન્ય સાંધાની તકલીફો, કરોડરજ્જુની તકલીફો, કિડની-પેશાબની તકલીફો, નાક કાન ગળા તેમજ પેટ તથા આંતરડાને લગતી તકલીફોની સારવાર થશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શેલ્બી હોસ્પિટલ અમદાવાદ, મોરબી સિરામિક એસોસિયેશન અને શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ટ્રસ્ટ, મોરબીના સહયોગથી મલ્ટીસ્પેશિયાલિટી નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન તા.૨૮મી નવેમ્બર રવિવારે ના રોજ સંસ્કાર ઇમેજીંગ સેન્ટર, જીઆઈડીસી રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યુ છે. કેમ્પનો સમય સવારે ૧૦:૦૦ થી ૦૧:૦૦ રાખવામાં આવ્યો છે.

આ કેમ્પમાં ઘૂંટણ તથા અન્ય સાંધાની તકલીફો, કરોડરજ્જુની તકલીફો, કિડની-પેશાબની તકલીફો, નાક કાન ગળા તેમજ પેટ તથા આંતરડાને લગતી તકલીફો માટેના નિષ્ણાંત સુપરસ્પેશિયાલિસ્ટ તજજ્ઞો હાજર રહેશે.આ કેમ્પમાં સિનિયર જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન
ડૉ. નિતીન બુધ્ધદેવ, ડૉ. અંકુર મહિન્દ્રુ, યુરોસર્જન ડૉ. નીલય જૈન, નેફ્રોલોજિસ્ટ ડૉ. મયંક શાહ, ઈએનટી સ્પેશિયાલિસ્ટ ડૉ.અવની શાહ, લેપ્રોસ્કોપીક સર્જન ડૉ.હાર્દિક પટેલ તથા સ્પાઇન સર્જન ડૉ.અનિલ સોલંકી પોતાની સેવાઓ આપશે.

- text

કેમ્પમાં આવનાર દર્દીએ પોતાના જૂના રિપોર્ટની ફાઇલ લઇને આવવાનું રહેશે. શેલબી હોસ્પિટલ, વિશ્વ વિખ્યાત ઘૂંટણના સાંધા બદલવાના નિષ્ણાંત સર્જન ડૉ. વિક્રમ શાહ દ્વારા સંચાલીત પશ્ચિમ ભારતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ છે.શેલબી હોસ્પિટલ વિશ્વનું સૌથી મોટું જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર છે. એક અંદાજ પ્રમાણે ભારતભરમાં થતી ઘૂંટણ ના સાંધાઓ બદલવાની કુલ સર્જરીઓમાંથી ૧૫% જેટલી સર્જરીઓ ફક્ત શેલ્બી દ્વારા કરવામાં આવે છે.

ડૉક્ટર નિતીન બુધ્ધદેવે જણાવ્યું કે શેલ્બી હોસ્પિટલના વિવિધ સુપરસ્પેશ્યલિસ્ટ ડોક્ટરો જયારે પોતાની નિઃશુલ્ક સેવા માટે મોરબી આવી રહ્યા છે. તો લોકો એ એમની સેવાનો લાભ જરૂર થી લેવો જોઈએ.સિરામિક એસોસિએશનના પ્રમુખે એ જણાવ્યું છે કે
અમારો ઉદ્દેશ્ય છે કે આ પ્રકાર ના કેમ્પ દ્વારા મોરબી જિલ્લાની પ્રજાને વિશ્વ કક્ષાની સર્વ શ્રેષ્ઠ સારવારનો લાભ ઘરઆંગણે મળે.

આ કેમ્પનો લાભ લેવા માટે મો.નં. 9512001392 અથવા 9574762555 ઉપર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે

- text