મોરબી જિલ્લામાં સમરસ ગ્રામપંચાયતો માટે પ્રયાસો તેજ

- text


ગત ચૂંટણીમાં 95 ગ્રામ પંચાયત સમરસ થઈ હતી : જિલ્લાની કુલ 358 માંથી 315 ગ્રામ પંચાયતોમાં જામશે ચૂંટણી જંગ, સરપંચ અને સભ્યો બનાવા માટે ઉમેદવારોમાં ભારે હોડ જામી

મોરબી : મોરબી જિલ્લામાં 315 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગત ચૂંટણીની તુલનાએ વધુમાં વધુ ગ્રામપંચાયતો સમરસ થાય તે માટે આગેવાનો દ્વારા પ્રયાસ તેજ કરાયા છે. બીજી તરફ ગામનો રાજા ગણાતા સરપંચ બનવા માટે પણ અત્યારથી જ તૈયારીઓ શરૂ થઇ છે. મોરબી તાલુકાની કુલ 107 માંથી 87, માળીયા (મી) તાલુકાની કુલ 44 માંથી 37, ટંકારા તાલુકાની કુલ 46 માંથી 42 વાંકાનેર તાલુકાની કુલ 90 માંથી 83, હળવદ તાલુકાની કુલ 71 માંથી 66 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. આથી સરપંચો અને સભ્યો બનવા માટે ઉમેદવારોમાં ભારે હોડ જામી છે.

મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોની ગયા વખત એટલે કે ડિસેમ્બર-2016માં યોજાયેલી ચૂંટણીઓ પર નજર કરીએ તો 87 સામાન્ય ગ્રામ પંચાયત અને 8 જેટલી મહિલા સંચાલિત ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી હતી. જેમાં નક્કી કરાયેલા ક્રાઇટ એરિયા મુજબ પ્રથમ વખત જે ગ્રામ પંચાયત સમરસ થાય તેને વિકાસ કાર્યો માટે 2 લાખની ગ્રાન્ટ આપવાની જોગવાઈ છે અને બીજી વખત ગ્રામ પંચાયત સમરસ થાય તો તેને રૂ.4.50 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવાઈ છે. તેમજ ત્રીજી વખત ગ્રામ પંચાયત સમરસ થાય તો રૂ.6.50 લાખની ગ્રાન્ટ મળે છે. એટલે જનરલ જે ગ્રામ પંચાયતની ચૂંટણી થાય છે તેના કરતાં આટલા વધારે રૂપિયા વિકાસ માટે સમરસ થયેલી ગ્રામ પંચાયતને મળે છે. તેથી ગત ચૂંટણી વખતે જિલ્લાની 95 જાહેર થયેલી ગ્રામ પંચાયતમાં મોરબીની 16 સામાન્ય અને 3 મહિલા સહિત 19, વાંકાનેરની 21 સામાન્ય, એક મહિલા મળી 22 તેમજ માળીયાની 15 સામાન્ય, ટંકારાની 16 સામાન્ય, 3 મહિલા મળી 19, હળવદની 19 સામાન્ય અને એક મહિલા સંચાલિત ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે.

- text

મોરબી જિલ્લાની ગત ચૂંટણીમાં સમરસ થયેલી 95 ગ્રામ પંચાયત 5 હજારની વસ્તી ધરાવે છે . 5 હજારથી ઉપર વસ્તી ધરાવતી એકપણ ગ્રામ પંચાયત 2016ની ચૂંટણીમાં સમરસ થઈ નથી. જ્યારે સામાન્ય સમરસ થયેલી 87 ગ્રામ પંચાયતને વિકાસ કામો માટે રૂ.3.79 કરોડની ગ્રાન્ટ મળી હતી.તેમજ 8 મહિલા સંચાલિત ગ્રામ પંચાયતને રૂ. 44 લાખની ગ્રાન્ટ મળી હતી. મહિલાની સમરસ થયેલી ગ્રામ પંચાયતમાં પ્રથમ વખતમાં રૂ.3 લાખની ગ્રાન્ટ મળે છે. ત્યારે આ વખતે 315 ગ્રામ પંચાયતોમાંથી કેટલી ગ્રામ પંચાયત સમરસ થાય છે તેના ઉપર સૌની મીટ મંડરાયેલી છે. હાલ સરપંચ અને સભ્યો બનવા માટે દાવપેચ અને સોંગઠાબાજી ચાલી રહી છે. મોરબી નજીક આવેલી રવાપર ,શનાળા, અમરેલી મહેન્દ્રનગર, ઘુંટુ સહિતની ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યો માટે તનતોડ પ્રયાસો થઈ રહ્યા છે. આ ઉપરાંત વધારાની ગ્રાન્ટ મેળવવા માટે વધુને વધુ ગ્રામ પંચાયત સમરસ બને તે માટે આગેવાનો પ્રયાસો કરી રહ્યા છે.

વર્ષ 2016 માં 95 ગ્રામ પંચાયતો સમરસ થયેલ

તાલુકો સામાન્ય સમરસ મહિલા સમરસ

મોરબી       16               3
માળીયા મી. 15               0
ટંકારા        16               3
વાંકાનેર      21               2
હળવદ       19               1
———————
ટોટલ         87               8


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text