માળીયાના મોટા દહીસરા ગામ પાસે ટ્રક હડફેટે ક્લીનર ઘાયલ

- text


અકસ્માતની ઘટનામાં ક્લીનરે ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવી

માળીયા : માળીયાના મોટા દહીસરા ગામ પાસે ટ્રક હડફેટે ક્લીનરને ઇજા થઇ હોવાનો બનાવ સામે આવ્યો છે. અકસ્માતની ઘટનામાં ક્લીનરે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતના બનાવની માળીયા (મીં) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા તાલુકાના મોટા દહીસરા ખોડીયાર માતાજીના મંદિર પાસે રહેતા અને ટ્રકમાં ક્લીનર તરીકે ધંધો કરતા માલદેવભાઇ ઉર્ફે માલો મેરૂભાઇ મકવાણા (ઉ.વ.૨૦) એ આરોપી ટ્રક નં. GJ 32 T 9204ના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૪ ના રોજ બપોરના પોણા બારેક વાગ્યાના અરસામા મોટા દહીસરા ગામ પાસે નવલખી રોડ રેલ્વે ફાટક નજીક આરોપીએ પોતાના હવાલાવાળી ટ્રકને રોડ પર પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી નીકળતા ફરીયાદીને હડફેટે લેતા ફરીયાદીના બન્ને પગમા ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ કરી ટ્રક મુકી નાસી છૂટ્યો હતો.આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text