માળીયાના મેઘપર ગામે તાજી જન્મેલી બાળકી ત્યજી દેવાઈ 

- text


નવજાત બાળકીને આનંદી સંસ્થાએ પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવા તજવીજ
મોરબી : માળીયા તાલુકાના મેઘપર ગામે કોઈ અજાણી સ્ત્રીએ જન્મ આપીને ત્યજી દીધેલી બાળકી મળી આવી હતી. આ બનાવની જાણ થતાં માળીયા પોલીસ કાફલાએ ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી.જો કે આ નવજાત બાળકીને આનંદી સંસ્થાએ પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે.
ધુલ કા ફૂલની આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયાના મેઘપર ગામની સીમમાં રોડની સાઈડમાં આજે વહેલી સવારે એક તાજી જન્મેલી બાળકીના રુદનનો અવાજ સાંભળતા ત્યાંથી પસાર થતા એક નાગરિકે આ દિશામાં તપાસ કરતા કોઈ અજાણી સ્ત્રીએ જન્મ આપીને નવજાત બાળકીને ત્યજી દીધેલી હાલતમાં મળી આવી હતી. આથી એ નાગરિકે સરપંચને જાણ કરતા સરપંચ વિજયભાઈ સવાભાઈ મિયાત્રાએ માળીયા પોલીસને આ બનાવથી વાકેફ કર્યા હતા.આથી માળીયા પોલીસ મથકના ગિરીશભાઈ મારવણીયા અને પ્રવીણભાઈ પરમાર અને જનકબેન કણઝારિયા સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

આ બનાવની જાણ થતાં આનંદી સંસ્થાના જ્યોત્સનાબેન જાડેજા, ચેતનાબેન, મધુબેન, મેજવીનબેનને બાળકીને લઇ મોરબી સિવિલ હોસ્પિટલે આવી પહોંચ્યા હતા જ્યાં બાળ સુરક્ષાના રંજનબેન મકવાણા પણ દોડી આવ્યા હતા અને નવજાત બાળકીને પ્રાથમિક સારવાર આપી હતી હાલમાં નવજાત બાળકી એકદમ સ્વસ્થ છે અને 2 કિલો તથા 600 ગ્રામ વજન ધરાવતી આ બાળકીનો આજે સવારે જ જન્મ થયો હોવાનું અનુમાન છે.આ બાળકીને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text