આઇસર ચાલકે ટેન્કરને હડફેટે લઈ નુકસાન કર્યાની ફરિયાદ નોંધાઈ

- text


માળીયા નજીક આઇસર અને ટેન્કર વચ્ચે અકસ્માત
માળીયા : માળીયા નજીક આઇસર અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો.જો કે સદનસીબે જાનહાની થઈ નથી.પરંતુ આઇસર ચાલકે ટેન્કરને હડફેટે લઈ નુકસાન કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવની માળીયા (મીં) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જેસંગભાઇ રાણાભાઇ મીયાત્રા (ઉ.વ.૫૮ ઘંઘો-ડ્રાઇવીંગ રહે. નાની બરાર ગામ તા.માળીયા મી) એ આરોપી આઇસર નંબર જી.જે.-૧૦-ટી એકસ -૮૭૬૨ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૨૧ ના રોજ સવારના સાડા છ એક વાગ્યાના  અરસામા માળીયાના રાસંગપર ગામના પાટીયાની પાસે હોટલ ન્યુ અવધ પાસે આરોપીએ પોતાના હવાલા વાળુ આઇસર નંબર જી.જે.-૧૦-ટી એકસ -૮૭૬૨ ને પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરિયાદીના ટેન્કર નંબર જી.જે.-૦૩-એ એકસ-૭૯૭૯ ની સાથે પાછળના જોટાના ભાગે ડ્રાઇવર સાઇડમા ભટકાડી  ટેન્કરમા નુકશાન કર્યું હતું.આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text