મોરબી જિલ્લામાં ઘરેલુ હિંસા વધી : શારીરિક – માનસિક ત્રાસના સૌથી વધુ કેસ

- text


નારી અદાલત સમક્ષ દહેજ, છૂટાછેડા, અનૈતિક સંબંધ સહિતના 132 કેસ સામે આવ્યા
નવવિવાહિતોમાં એકમેકને સમય ન આપતા હોવાના અનેક કિસ્સા

મોરબી : મોરબી જિલ્લામાં ઘરેલુ હિંસાના કેસોનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને 21થી 30 વર્ષના નવ વિવાહિત યુગલોમાં સમજણ શક્તિનો અભાવ અને એકમેકને સમય ન આપવાની બાબતોને લગતા કેસ વધુ આવતા હોવા ઉપરાંત પરણીતાને શારીરિક – માનસિક ત્રાસને લગતા કેસો આ વર્ષમાં સૌથી વધુ નોંધાયા છે.

મોરબી જિલ્લામાં ઘરેલુ હિંસાના કેસોમાં  સ્ત્રીઓને ત્વરિત ન્યાય મળે તે માટે તાલુકા સેવા સદન લાલબાગ ખાતે નારી અદાલત કાર્યરત છે ઉપરાંત પાંચેય તાલુકામાં પણ નારી અદાલત દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. નારી અદાલતના કો-ઓર્ડીનેટર કાજલ લોઢીયાના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં આ વર્ષે શારીરિક-માનસિક ત્રાસના 106 કેસ, છૂટાછેડાના બે કેસ, અનૈતિક સંબંધો બાબતના 4 કેસ, બાળ કસ્ટડીના બે, દહેજ અંગેના 18 અને અન્ય બે કેસ મળી કુલ 132 કેસ નોંધાયા છે. જેમાંથી મોટાભાગના કેસોનો નિકાલ થઇ ગયો છે

- text

વધુમાં નારી અદાલત સમક્ષ આવતા મોટાભાગના કેસોમાં નવ વિવાહિત અને 21થી 30 વર્ષની વયજૂથના બહેનોના કેસ આવતા હોવાનું અને ખાસ કરીને આજના ઝડપી અને મોંઘવારીના સમયમાં એક બીજાને સમય ન આપતા હોવાના કેસમાં સૌથી વધુ કિસ્સા શારીરિક અને માનસિક ત્રાસને લગતા હોવાનું તેમને ઉમેર્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text