ટંકારાના હડમતીયા ગામે ડેન્ગ્યૂનો કહેર : તાકીદે ફોગીંગ કરાયું

- text


 

ટંકારા : મોરબી જીલ્લામાં કોરોના કેસનો ફરી પગ પસારો થવાની સાથે જીલ્લામાં ડેન્ગ્યુએ પણ માથું ઊંચક્યું છે ત્યારે હડમતિયામા ડેન્ગ્યુના “એડિસ” નામના મચ્છરોનો ઉપદ્રવ દિવસે દિવસે વધી રહ્યો હોવાથી ગામમાં કેસનો રાફળો ફાટતા હડમતિયા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના આરોગ્ય કર્મચારીઓએ ફોગીંગ કામગીરી હાથ ધરી હતી.

હડમતિયામાં દિવસે દિવસે ડેન્ગ્યુ કેસમાં વધારો થતાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના સંજીવની સમિતિના સદસ્ય તેમજ સામાજિક કાર્યકર રમેશભાઇ ખાખરીયાએ હડમતિયા ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી મનિષાબેન ગજેરા, સરપંચ રાજાભાઈ માલાભાઈ ચાવડા, મોરબી જીલ્લા આરોગ્ય ચેરમેન હિરાલાલ ટમારીયાને ડેન્ગ્યુના વધતા જતા કેસ બાબતે વાકેફ કરી ફોગીંગ કામગીરી હાથ ધરવા જણાવતા તત્કાલીન અસરથી લજાઈ પીએચસી સેન્ટર દ્વારા ફોગીંગ મશીનની સુવિધા કરી આપી હતી અને હડમતિયા ગામની બજારો તેમજ જ્યાં ડેન્ગ્યુના કેસ હોય તે ઘરમાં ફોગીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- text

સાથે – સાથે આરોગ્ય કર્મીઓ દ્વારા પંક્ષી કુંડ, પાણીનાં ટાંકા, એરકુલર, છત પર ટાયરમાં ભરાયેલા પાણી, જાહેર જગ્યાએ ચોખ્ખાં પાણીના સ્તોત્ર ખુલ્લા ન રાખવાં લોકોને જાણકારી આપવા અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું તેમજ ઘર આજુબાજુમાં ભરાતા ખાડા-ખાબોચીયામાં બળેલ ઓઈલ નાખવા સમજ અપાઈ હતી.

- text