મોરબીમાં રવિવારે નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ

- text


 

મોરબી: મોરબી શહેરના જીઆઇડીસી રોડ પર આવેલ સ્વામિનારાયણ સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરના બીજા માળે રાહત દરે કાર્યરત ફિઝીયોકેર-ફિઝીયોથેરપી અને રીહેબિલીટેશન સેન્ટરમાં તા.14 નવેમ્બર2021 ને રવિવારના રોજ નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો.કેશા અગ્રવાલ (MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમ સેવા આપશે.

- text

આ સેન્ટરમાં છેલ્લા એક વર્ષમાં 1500 થી વધુ દર્દીઓએ સફળ સારવાર રાહતદરે લીધેલ છે. આ કેમ્પમાં સાયટીકા, ગાદી ખસવી, સાંધાના વા, ઘુંટણનો ઘસારો, કમર, ગરદન, ઢીંચણ, ખભા, એડીનો દુખાવો, ફેક્ચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, હાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસ, કમ્પવા, સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રના રોગો, બેલેન્સ પ્રોબ્લેમ, તમાકુ કેંસરના ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવાર, ડિલીવરી પહેલા પછીની કસરતો તથા વજન ઘટાડવું જેવી સમસ્યાના દર્દીઓ લાભ લઈ શકશે. આ કેમ્પમાં ફાઇલ એક્સરે તથા રિપોર્ટ કરાવેલ હોય તે સાથે લાવવાના રહેશે.કેમ્પમાં સામેલ દર્દીઓને ભેટ આપવામાં આવશે. તેમજ રજીસ્ટ્રેશન માટે મો. 8160282456, 9898645670 પરસંર્પક કરવો.

- text