રાજકોટની ઇમ્પીરિયલ પેલેસ હોટલમાં મોરબીના બે સહિત 10 જુગારી ઝડપાયા

- text


 

નિવસ્ત્ર ડાન્સમાં ઇમ્પીરિયલ પેલેસ હોટલનું નામ ઉછળ્યા બાદ જુગારનો દરોડો પડતા સનસનાટી

મોરબી : રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ હોટલ ઇમ્પીરિયલ પેલેસના સ્યુટ રૂમમાં ધમધમતી જુગાર ક્લબ ઉપર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડતા મોરબીના બે સહિત કુલ 10 જુગારી મોંઘીદાટ કાર સાથે ઝડપાઇ જતા સનસનાટી મચી જવા પામી છે.

- text

હોટેલ ઇમ્પીરિયલ પેલેસમાં જુગાર કલબ ધમધમતી હોવાની બાતમીને આધારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વી.કે.ગઢવી તથા તેમની ટીમે દરોડા પાડતા માલેતુજાર 10 જુગારીઓ ઝડપાઇ ગયા હતા. આ દરોડામાં જુગાર ક્લબના સંચાલક નરેન્દ્રસિંહ જાડેજા, અરવિંદ વશરામભાઇ ફળદુ, રાજુ દિલીપભાઈ મહેતા, કમલેશ પોપટ, મોરબીના ભરત મગનભાઈ દલસાણીયા, પ્રદીપ ધીરુભાઈ ચાવડા, મનીષ રસિકભાઈ સોની, કરણ પરમાર, વિપુલ પટેલ અને મોરબીના રસિક દેવશીભાઇ ભાલોડિયાને પોલીસે ગિરફતમાં લઈ ફોર્ચ્યુનર સહિતની મોંઘીદાટ ગાડીઓ કબ્જે કરી છે.

- text