કુંતાસીની મહર્ષિ દયાનંદ હાઈસ્કૂલમાં ક્લાર્ક વયનિવૃત થતા વિદાય સમારંભ યોજાયો

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાની કુંતાસી હાઈસ્કૂલ ખાતે ક્લાર્કનો વિદાય સમારંભ યોજાયો હતો.

માળીયાનાં કુંતાસી ગામની મહર્ષિ દયાનંદ હાઈસ્કૂલમાં છેલ્લા ચાલીસ વર્ષથી ક્લાર્ક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા મહેન્દ્રભાઈ વાઘેલા વયનિવૃત થતા હાઈસ્કૂલ ખાતે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાની ગાઈડલાઈન મુજબ સીમિત સંખ્યામાં યોજાયેલ આ વિદાય કાર્યક્રમમાં હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ, પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલનો સ્ટાફ તેમજ ગામનાં આગેવાનો હાજર રહ્યા હતાં.

ટ્રસ્ટનાં પ્રમુખ મગનભાઈ અઘારાએ મહેન્દ્રભાઈને નિરોગી નિવૃત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ બચુભાઈ સોઢીયા, પૂર્વ તાલુકા સદસ્ય અમરશીભાઈ ભાડજા, માજી સરપંચ ચતુરભાઈ કુંડારિયા, નિવૃત આર્મીમેન ભરતભાઈ ભટ્ટાસણા, પ્રકૃતિપ્રેમી અને કવિ આંબાભાઈ વગેરે અગ્રણીઓ હાજર રહી મહેન્દ્રભાઈને શેષ નિવૃત જીવન માટે શુભકામનાઓ આપી હતી. આ તકે મહેન્દ્રભાઈએ પોતાના ચાલીસ વર્ષનાં સંસ્મરણો વાગોળ્યા હતા અને સંસ્થાનું ઋણ ચૂકવતા શાળાને રમત-ગમતનાં સાધનોની ભેટ આપી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text