છેલ્લા દોઢ કલાકથી મિતાણા ચોકડીએ ટ્રાફિકજામ

- text


 

નમાલા નેતાઓ અને નબળા અધિકારીઓ ઓવરબ્રિજના કોન્ટ્રાકટર પાસે ઘૂંટણીએ વળી જતા વાહન ચાલકો પરેશાન

ટંકારા : ટંકારા ચોકડીએ ચાલતા આડેધડ ઓવરબ્રિજના કામમા એક જ તરફ સર્વિસ રોડ આપાતા આજે ફરી ટ્રાફિક જામ સર્જાતા છેલ્લા દોઢ કલાક કરતા વધુ સમયથી રાજકોટ અને મોરબી તરફથી આવતા વાહનો ટ્રાફિકજામમાં ફસાયા છે.

રાજ્ય સરકાર દ્વારા મોરબી ટંકારા ફોરલેન હાઈવેની કામગીરી વગદાર કોન્ટ્રાક્ટરને સોંપી આપ્યા બાદ તદ્દન હલકી ગુણવતા વાળો રોડ બનાવ્યો છે અને રોડના લોકાર્પણ પહેલા જ ઠેર ઠેર ગાબડા પડી ગયા છે ત્યારે પંચ વર્ષીય યોજનાની જેમ ચાલતા મોરબી, ટંકારા અને મિતાણા ઓવરબ્રિજના કામમાં અસહ્ય ઢીલાશની સાથે મિતાણા ચોકડીએ બનતા ઓવરબ્રિજમાં તો ડામરને બદલે માત્ર એક જ તરફ સર્વિસ રોડ કાઢવામાં આવતા દરરોજ ટ્રાફિક જામ અને ધૂળની ડમરીઓ ઉડવાની સમસ્યા જાગી છે.

- text

દરમિયાન અઠવાડિયા પૂર્વે અહીં કોન્ટ્રાક્ટરનું વાહન પલટી જતા બે કલાકથી વધુ સમય સુધી મોરબી રાજકોટ વચ્ચેનો ટ્રાફિક ખોરવાઈ ગયો હતો અને લોકો કલાકો સુધી હેરણગતિનો ભોગ બન્યા હતા. આજે સાંજે પણ સાત વાગ્યા બાદ ફરી ટ્રાફિક જામ સર્જાયો છે અને પોણા આઠના સમયગાળા બાદ તો હાઈવેની બન્ને તરફ પાંચ – પાંચ કિમિ જેટલી વાહનોની કતારો લાગી જવાથી વાહન ચાલકો અને મુસાફરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

આશ્ચર્ય તો એ વાતનું છે કે નબળા નેતાઓ તો ઠીક નમાલા અધિકારીઓ પણ વગદાર કોન્ટ્રાકટરને ઘૂંટણીએ પડી ગયા હોય તેવી સ્થિતિમાં રાજકોટ, મોરબી અને કચ્છને જોડતા આ ધોરી નસ સમાન હાઈવના નબળા કામ અને ગોકળગાયની ગતિ કરતા પણ ધીમે ચાલી રહેલા કામ બાબતે હરફ સુધા ઉચ્ચારતા નથી ત્યારે હવે કોઈ મોરબીનો સપૂત જાગે અને આ કાયમી પ્રશ્નનો હલ લાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

- text