મોરબી માર્કેટિંગ યાર્ડની કેન્ટીન નજીકથી ચિરાગ ક્રિકેટનો સટ્ટો રમતા ઝડપાયો

- text


પ્રાથમિક પૂછપરછમાં રોનકનું નામ ખુલ્યું

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબી માર્કેટિંગ યાર્ડમાં આવેલી કેન્ટીન નજીકથી ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતા ચિરાગ નામના યુવાનને ઝડપી લેતા રોનક નામના શખ્સનું પણ નામ ખુલ્યું છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ સિટી એ ડિવિઝન પોલીસે માર્કેટિંગ યાર્ડની કેન્ટીન પાસેથી હાલ પંચાસર રોડ ઉપર ભાડાના મકાનમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના ખેરવા ગામના વતની ચીરાગભાઇ ભાઇલાલભાઇ મોટકા, ઉ.વ.૨૫ને ક્રિકેટ MOONEXCH99 એપ્લીકેશનમા લાઇવ મેચ નિહાળી કલકતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપીટલ IPL 20-20 ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા ઝડપી લીધો હતો.

- text

વધુમાં ચિરાગ મોટકા રોનકભાઇ વાઘડીયા રહે-મોરબી વાળા સાથે ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમતો હોય પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી રોકડા રૂપિયા 1200 અને 5000ની કિંમતનો મોબાઈલ મળી કુલ રૂ. 6200 મુદ્દામાલ કબ્જે લઈ આરોપી રોનકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text