મોરબીમાં અસહ્ય બફારા વચ્ચે વરસાદી ઝાપટા

- text


ગરમી અને ઉકળાટ વચ્ચે શહેરીજનો અકળાયા : હવામાન વિભાગની વરસાદ વરસવાની આગાહી

મોરબી : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદીની આગાહી વચ્ચે ગઈકાલથી શરૂ થયેલી અસહ્ય ગરમી અને બફારો આજે પણ ચાલુ રહ્યા બાદ બપોરે એકાદ વાગ્યે વરસાદી ઝાપટા વરસતા બફારાથી અકળાયેલા શાહારીજનોએ થોડી રાહત અનુભવી હતી.

વરસાદની વિદાયની ઘડીઓ વચ્ચે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસવાની આગાહી કરી છે ત્યારે ગઈકાલથી જ મોસમે મિજાજ બદલતા લોકો કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ આજે બપોરે એકાદ વાગ્યાના અરસામાં મોરબી શહેરમાં વરસાદી ઝાપટા વરસતા લોકોએ ઘડી બે ઘડી ગરમીમાં રાહત મેળવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text