મીઠાના અગરના પાળા તોડી નાખ્યાની શંકાએ ચાર બાઈક સળગાવી નંખાયા

- text


માળીયાના આંકડીયા વાઢ વિસ્તારમાં બનેલી ઘટના મામલે ચાર સામે ફરિયાદ

માળીયા : માળીયાના આંકડીયા વાઢ વિસ્તારમાં મીઠાના અગરના પારા તોડી નાખ્યાની શંકાથી ચાર બાઈકમાં આગ ચાંપી દીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ચાર શખ્સોએ બાઇકો સળગાવી નાખી યુવાનને ધાક ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા માળીયા પોલીસે આ બનાવ અંગે સઘન તપાસ હાથ ધરી છે.

આ બનાવની માળીયા (મીં) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા (મી)ના અંજીયાસર ગામે રહેતા સિકદંરભાઇ જુસબભાઇ જંગીયા (ઉ.વ.૧૯) એ આરોપીઓ વલુ આમદ કટીયા રહે.આંકડીયા વાંઢ, રણમલ હાજી નોતીયાર રહે.અંજીયાસર , સલીમ ફતેમામદ કટીયા રહે.હરીપર, મહેબુબ હાજીભાઇ સાયચા રહે. સુરજબારી સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૬ ના રોજ રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામા ફરીયાદી આંકડીયા વાંઢમા જીગા મારવા માટે ગયેલ જે બાબતે આરોપીઓને સારૂ નહી લાગતા તેમજ મીઠાના અગરના પારા તોડી નાખતા હોવાની શંકા વહેમ રાખી ગાળો આપતા ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ જઇને જાનથી મારી નાખવાની ઘમકી આપી ફરીયાદી તથા સાહેદના ચાર મોટર સાયકલને પથ્થર વડે નુકસાન કરી દીવાસળીથી આગ ચાંપી મોટર સાયકલ સળગાવી દઇને આશરે રૂ.૪૦,૦૦૦ નુ નુકસાન કર્યું હતું. આ બનાવની માળીયા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text