માળીયા તાલુકામાં કોરોના રસીકરણની જાગૃતિ માટે વાન શરુ

- text


માળીયા (મી.) : માળીયા તાલુકામાં કોરોના રસીકરણ અભિયાનમાં વેક્સીન જાગૃતિ માટે વાન શરુ કરવામાં આવી છે.

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામેની લડતના ભાગરૂપે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. કોરોના સામે રક્ષણ માટે રસીકરણ જ એક માત્ર ઉપાય હોય, આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ અભિયાન વધુ વેગવંતુ બનાવવા વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં ધાર્મિક સંગઠનો, સ્વૈચ્છીક સંસ્થાઓ પણ આ અભિયાનમાં સહભાગી બની રહ્યા છે.

માળીયા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા 100 ટકા રસીકરણ થાય તે માટે લોકજાગૃતિ માટે નવતર પ્રયોગ શરુ કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ માળીયા ખાતેથી કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ક્રિપ્ટો રિલીફ અને આર.સી.આર.સી.ના સહયોગથી માળીયા તાલુકાના 45 ગામોમાં રસીકરણ જાગૃતિ અભિયાન શરુ કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત સિવિલ હોસ્પિટલ માળીયાથી સિવિલ હોસ્પિટલ માળિયાના તાલુકા આરોગ્ય અધિકારી ડી.જી.બાવરવા દ્વારા જાગૃતિ વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોહેઝન સંસ્થાના કાર્યકરો સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text