રોજગારઇચ્છુકો અને નોકરીદાતાઓ માટે કોમન પ્લેટફોર્મ એટલે ‘અનુબંધમ’ વેબ-પોર્ટલ

- text


રોજગાર કચેરીની સેવાઓ પણ હવે ઓનલાઇન 

વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી અથવા કોલ સેન્ટર નં. ૬૩૫૭૩ ૩૯૦૩૯૦ પર માહિતી મેળવી શકાશે

મોરબી : ગુજરાત સરકાર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો અને નોકરીદાતાઓને રોજગારલક્ષી સેવાઓ એક જ કોમન પ્લેટફોર્મ પર મળી રહે તે માટે “અનુબંધમ” વેબ-પોર્ટલ અને મોબાઇલ એપ (https://anubandham.gujarat.gov.in/home) નું નિર્માણ કરવામાં આવેલ છે જે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

આ વેબપોર્ટલ પર ઉમેદવારો પોતાનું રજીસ્ટ્રેશન કરીને ખાનગી ક્ષેત્રે યોજાતા ભરતી મેળાઓમાં સહભાગી થઇ શકે છે, ઇન્ટર્વ્યુ આપી શકે છે, પસંદગી મેળવી શકે છે. તેમજ નોકરીદાતાઓ/એકમો પણ ભરતી મેળાઓમાં સહભાગી થઇ શકે છે, ઉમેદવારોના ઇન્ટર્વ્યુ લઇ શકે છે અને મેન પાવરની પસંદગી કરી શકે છે. આ તમામ સેવાઓ વિનામૂલ્યે મળે છે.

- text

રોજગાર કચેરી ખાતે અગાઉ નામ નોંધણી કરાવી ચૂકેલ ઉમેદવારોએ પણ રોજગાર સેવાઓ મેળવવા સદર પોર્ટલ પર ફરીથી નામ નોંધણી કરવી જરૂરી છે. ઉમેદવાર જાતે જ પોર્ટલ પર નામ નોંધણી કરી શકે છે. અથવા ઉમેદવારે તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, મોબાઇલ નંબર અને ઇમેઇલ એડ્રેસ સાથે રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, સો ઓરડી, મોરબી ખાતે ઉપસ્થિત રહેવાથી નામ નોંધણી કરી આપવામાં આવશે.

નોકરીદાતાઓને પણ રોજગાર કચેરી ખાતે ઉપસ્થિત રહેવાથી રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે. વધુ વિગત માટે કોલ સેન્ટર નં. ૬૩૫૭૩૩૯૦૩૯૦ અથવા ફોન નં. ૦૨૮૨૨-૨૪૦૪૧૯ નો સંપર્ક સાધવા વેબ-સાઇટ/પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે મોરબી જિલ્લાના તમામ રોજગારવાંચ્છુ ઉમેદવારો અને ઔદ્યોગિક એકમો અને સરકારી-અર્ધસરકારી કચેરીઓને રોજગાર અધિકારી મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text