MCX ડેઈલી રિપોર્ટ : સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ

- text


 ક્રૂડ તેલના ભાવમાં ઘટાડોઃ સીપીઓમાં વૃદ્ધિઃ કપાસ, કોટન ઢીલા

બુલડેક્સ ફ્યુચર્સમાં 45 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 110 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,08,091 સોદાઓમાં કુલ રૂ.9,983.99 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 45 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓક્ટોબર વાયદામાં 110 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 48,380 સોદાઓમાં કુલ રૂ.3,318.70 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,075ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.46,132 અને નીચામાં રૂ.45,916 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.21 વધી રૂ.46,077ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.15 વધી રૂ.37,079 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.4 વધી રૂ.4,601ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.46,100ના ભાવે ખૂલી, રૂ.1 ઘટી રૂ.46,082ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.60,743 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,860 અને નીચામાં રૂ.60,400 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.296 ઘટી રૂ.60,493 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.266 ઘટી રૂ.60,758 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.257 ઘટી રૂ.60,752 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 13,429 સોદાઓમાં રૂ.2,486.30 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.60 ઘટી રૂ.232.15 અને જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.65 વધી રૂ.267ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.55 ઘટી રૂ.711.10 અને નિકલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.6 ઘટી રૂ.1,480.10 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.65 ઘટી રૂ.191ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 26,362 સોદાઓમાં કુલ રૂ.1,984.05 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,432ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,432 અને નીચામાં રૂ.5,396 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં બેરલદીઠ રૂ.20 ઘટી રૂ.5,405 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.9.30 વધી રૂ.376.20 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 1,751 સોદાઓમાં રૂ.187.75 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,422ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1422 અને નીચામાં રૂ.1420 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1.50 ઘટી રૂ.1,421 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર સપ્ટેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.16,836ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,836 અને નીચામાં રૂ.16,300 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.269 ઘટી રૂ.16,567ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,132ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1136.50 અને નીચામાં રૂ.1129.40 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2.30 વધી રૂ.1130.10 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.80 વધી રૂ.928 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.60 ઘટી રૂ.25,750 બોલાઈ રહ્યો હતો.

- text

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 16,533 સોદાઓમાં રૂ.2,119.69 કરોડનાં 4,601.028 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 31,847 સોદાઓમાં કુલ રૂ.1,199.01 કરોડનાં 197.332 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.393.92 કરોડનાં 16,965 ટન, જસતના વાયદાઓમાં રૂ.303.37 કરોડનાં 11,755 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.893.47 કરોડનાં 12,512.5 ટન, નિકલના વાયદાઓમાં રૂ.822.20 કરોડનાં 5,671.5 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.73.34 કરોડનાં 3,990 ટનનાં કામકાજ થયાં હતાં.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 7,121 સોદાઓમાં રૂ.525.71 કરોડનાં 9,70,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 19,241 સોદાઓમાં રૂ.1,458.34 કરોડનાં 3,84,46,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 2 સોદાઓમાં રૂ.0.06 કરોડનાં 8 ટન અને કોટનના વાયદાઓમાં 187 સોદાઓમાં રૂ.14.80 કરોડનાં 5750 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 578 સોદાઓમાં રૂ.24.45 કરોડનાં 262.8 ટન, રબરના વાયદાઓમાં 23 સોદાઓમાં રૂ.0.47 કરોડનાં 28 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 961 સોદાઓમાં રૂ.147.97 કરોડનાં 13,190 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 18,786.618 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 674.558 ટન, એલ્યુમિનિયમમાં 15,990 ટન, જસત વાયદામાં 9,615 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,417.500 ટન, નિકલ વાયદામાં 2,448 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 7,970 ટન, ક્રૂડ તેલમાં 8,68,000 બેરલ અને નેચરલ ગેસમાં 1,28,03,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 160 ટન, કોટનમાં 55450 ગાંસડી, મેન્થા તેલમાં 577.08 ટન, રબરમાં 63 ટન, સીપીઓમાં 85,040 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 2,231 સોદાઓમાં રૂ.189.35 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,518 સોદાઓમાં રૂ.126.29 કરોડનાં 1,836 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 713 સોદાઓમાં રૂ.63.06 કરોડનાં 780 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,370 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,054 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 13,754ના સ્તરે ખૂલી, ઊપરમાં 13,765 અને નીચામાં 13,720ના સ્તરને સ્પર્શી, 45 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 16 પોઈન્ટ ઘટી 13,738ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓક્ટોબર વાયદો 16,178ના સ્તરે ખૂલી, 110 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 19 પોઈન્ટ ઘટી 16,199ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 15,938 સોદાઓમાં રૂ.1,817.84 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું, જ્યારે પ્રીમિયમ રૂ.30.99 કરોડનું થયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.696.07 કરોડ, ચાંદી તથા ચાંદી-મીનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.34.13 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,086.16 કરોડનાં કામકાજ થયાં હતાં.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text