મોરબી જિલ્લામાં કાલે શનિવારે 87 સ્થળોએ વેકસીનેશન, 5450 ડોઝ ફાળવાયા

- text


આજે મોરબી જિલ્લામાં કુલ 6,821 લોકોનું વેકસીનેશન કરાયું

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વેક્સનેશનમાં ફરી ઝડપ આવી છે. જેમાં મોરબી જિલ્લામાં કાલે શનિવારે 87 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વેકસીનેશન માટે કુલ 5450 ડોઝ ફાળવાયા છે. જ્યારે આજે મોરબી જિલ્લામાં કુલ 6821 લોકોનું વેકસીનેશન કરાયું હતું.

- text

મોરબી જિલ્લામાં અગાઉ વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિતે રેકોર્ડ બ્રેક વેકસીનેશન થયું હતું.બાદમાં વેકસીનેશનની ગતિ થોડી ધીમી પડી હતી.ત્યારે ફરી હવે મોરબી જિલ્લામાં કોરોના વેકસીનેશનની કામગીરીએ વેગ પકડ્યો છે. જેમાં મોરબી જિલ્લામાં આવતીકાલે શનિવારે 87 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે અને આવતીકાલે આ વેકસીનેશન માટે કોવીશિલ્ડ અને કોવેકસીન મળીને કુલ 5450 ડોઝ ફાળવાયા છે. જ્યારે આજે મોરબી જિલ્લામાં વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 45+ માં 1423 અને 18+ માં 5369 તથા ખાનગીમાં 29 મળીને કુલ 6821 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text