શ્રમ-રોજગાર મંત્રી સાથે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર મહત્વપૂર્ણ ચર્ચા કરતા FIAના પ્રેસિડેન્ટ પ્રકાશ વરમોરા

- text


યુવાનોની કારકિર્દી ઘડવામાં મદદરૂપ 46 જેટલી સ્કિલને મંત્રી બ્રિજેશ મેરજાને ધ્યાને મુકાઈ

મોરબી : ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તેમજ ભાજપ પ્રદેશ ઉદ્યોગ સેલના કન્વીનર પ્રકાશભાઈ વરમોરાએ શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઈ મેરજાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓએ સ્કિલ ડેવલપમેન્ટ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. સાથે યુવાનોની કારકિર્દી ઘડવામાં મદદરૂપ 46 જેટલી સ્કિલને મંત્રી બ્રિજેશ મેરજાને ધ્યાને મુકી હતી.

રાજ્યના નવનિયુક્ત શ્રમ રોજગાર મંત્રી અને મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તેમજ ભાજપ પ્રદેશ ઉદ્યોગ સેલના કન્વીનર પ્રકાશભાઈ વરમોરાએ મુલાકાત લઈ તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે તેઓએ મંત્રી સાથે શ્રમ અને રોજગાર વિષય ઉપર ચર્ચા કરી હતી. ઉપરાંત યુવાનોની કારકિર્દી ઘડતરમાં મદદરૂપ થતી સ્કિલ તેઓને સરકાર દ્વારા આપવામાં આવે તે વિષય ઉપર પણ મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.

આ વેળાએ પ્રકાશભાઈ વરમોરાએ મંત્રીના ધ્યાનમાં 46 જેટલી સ્કિલ મૂકી હતી. જેમાં કમ્પલ પ્રોબ્લેમ સોલવિંગ, લીડરશિપ એન્ડ સોશિયલ ઈન્ફલુએન્સ, ટેકનોલોજી યુઝ-મોનિટરિંગ એન્ડ કંટ્રોલ, ટેકનોલોજી ડિઝાઇન એન્ડ પ્રોગ્રામિંગ, ફ્લેકસીબીલીટી, રિસનિંગ-પ્રોબ્લેમ સોલવિંગ એન્ડ આઇડીયેશન, સ્ટ્રેસ ટોલરન્સ, ક્રિએટીવીટી-ઓરિજનાલિટી એન્ડ ઇનીસેટિવ, એક્ટિવ લર્નિંગ એન્ડ સ્ટ્રેટેજીસ, એનાલિટિકલ થીંકીંગ એન્ડ ઇનોવેશન, સોશિયલ એન્ડ કલચરલ અવેરનેસ, કયુરોસિટી, પીપલ મેનેજમેન્ટ, જજમેન્ટ એન્ડ ડીસીઝન મેકિંગ, કોઓર્ડીનેટીંગ વિથ અધર્સ, ઈમોશનલ્સ, ઇન્ટેલિજન્સ, ક્રિટિકલ થીંકીંગ, નેગોસીએશન, સેલ્ફ મેનેજમેન્ટ, એડેપ્ટીબીલીટી, ડિસર્નમેન્ટ, સોફ્ટવેર ડેવલોપમેન્ટ, મોટીવેશનર, એક્ટિવ લિશનર, ટેક્નિકલ સ્કિલ, લેંગ્વેજ સ્કિલ, ટીમ વર્ક, પોઝિટિવ વર્ક એટીટયુડ, સેલ્ફ મોટિવેશન, ટાઈમ મેનેજમેન્ટ, ઇમોશનલ ઇન્ટેલીજન્સ, સ્ટેન્શન ટુ ડિટેઇલ્સ, ઇન્ટર પર્સનલ સ્કિલ, એરર કરેક્શન, હાર્ડ સ્કિલ, સોફ્ટ સ્કીલ, રિસ્ક ટેકિંગ, અન્ડરસ્ટેન્ડ એન્ડ કોઓપરેટિવ વિથ અધર્સ, ઇન્ક્રીઝ એફિસીએન્સી, મોટીવેટ અધર્સ, પંકચ્યુઅલ, માર્કેટિંગ સ્કિલ, સેલ્ફ કોન્ફિડન્સ, રીલાયબલિટી ઇન્ટીગ્રીટી, હોનેસ્ટીનો સમાવેશ થાય છે.

- text

પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે આ પ્રકારની સ્કિલ જો રાજ્ય સરકાર દ્વારા યુવાનોને આપવામાં આવે તો તેઓની કારકિર્દી વધુ સારી બની શકે છે. પ્રકાશભાઈ વરમોરાના આ સુચન પ્રત્યે મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ હકારાત્મક વલણ દાખવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે પ્રકાશભાઈ વરમોરા ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે કાર્યરત છે. તેઓ ઔદ્યોગિક બાબતોના નિષ્ણાંત હોય, અને રોજગાર ઉદ્યોગ સાથે જોડાયેલ ક્ષેત્ર હોવાથી મંત્રીએ પણ રસપૂર્વક પ્રકાશભાઈ વરમોરા સાથે ખુલ્લા મને ચર્ચા કરી હતી અને તેમના સુચનોને આવકાર્યા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text