સારો રોડ જોઈએ છે ?? તો, ઉઠો… જાગો… અને વોટ્સએપ કરો.. મોકે પે ચોક્કા મારવાની મોરબી જિલ્લાને તક

- text


ધારાસભ્ય કે મંત્રી ફરિયાદ કરે કે ન કરે…સમગ્ર જિલ્લામાં ડામર રોડના નામે ગાબડા વાળા રોડની હકીકત રાજ્યના માર્ગ મકાન વિભાગના મંત્રી સુધી પહોંચાડો

મોરબી : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ઉત્સાહી મંત્રીઓનો સમાવેશ કરાયો છે અને નવા મંત્રીઓ લોક કલ્યાણ માટે તત્પર હોવાનો પુરાવો રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ આપી સમગ્ર રાજ્યમાં જ્યાં જ્યાં માર્ગો તૂટેલા હોય તેની તસવીરો સાથેની વિગતો વોટ્સએપ કરવા અપીલ કરી છે ત્યારે ખાડાનગરી મોરબી જિલ્લાના નાગરિકોએ જાગવાનો સમય પાકી ગયો છે અને જ્યાં જ્યાં તૂટેલા છે તેવા વિસ્તારમાંથી કમસેકમ એક તસ્વીર જશે તો જ ગાંધીનગરમાં મોરબીનું ખરેખર વજન વધશે.

રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ રાજ્યની જનતાને ખાડા ખબડા વાળા રોડની જગ્યાએ સુવિધાયુક્ત રોડ મળે તે માટે અનોખી પહેલ કરી પોતાનો વોટ્સએપ નંબર 99784 03669 પ્રજા માટે જાહેર કર્યો છે.

સમગ્ર રાજ્યમાં જ્યાં-જ્યાં રસ્તાઓ તૂટેલા હોય ત્યાંના જાગૃત નાગરિકો આ વોટ્સએપ નંબર 99784 03669 ઉપર જે તે રોડના ફોટોગ્રાફ્સ અને રસ્તાની સંપૂર્ણ માહિતી પીનકોડ નંબર સાથે મોકલવા અનુરોધ કર્યો છે. આ અભિયાન અંતર્ગત રાજયમંત્રી રોડની હકીકતની સ્થિતિથી વાકેફ બની વહેલામાં વહેલી તકે માર્ગની મરામત કરાવશે.

- text

આ સંજોગોમાં હવે મોરબી જિલ્લાના લોકોને જાગવાનો સમય પાકી ગયો છે. કારણ કે મોરબી શહેરના આંતરિક માર્ગોની સાથે જિલ્લાનો એક પણ એવો રોડ નથી કે જ્યાં વાહન સલામતી પૂર્વક ચલાવી શકાય.રાજ્યમંત્રીએ જ્યારે સોનેરી મોકો આપ્યો છે ત્યારે મોરબી જિલ્લાની સાચી હકીકત ગાંધીનગર સુધી પહોંચાડવા અત્યારે જ આ વોટ્સએપ નંબર 99784 03669 સેવ કરી ફટાફટ તમારા ગામ, શહેર, શેરી, મહોલ્લાના માર્ગોની સ્થિતિથી માર્ગ મંત્રીને અવગત કરાવો તો જ મોરબીના રસ્તાઓની કાયાકલ્પ થઈ શકશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text