હળવદ પોલીસનો જાદુ!! ભાજપ કાર્યકર્તાનું ચોરાયેલ બાઈક ચપટી વગાડતા જ શોધી કાઢ્યું

- text


વૈજનાથ મંદિર નજીક ભાજપ કાર્યાલય નીચેથી ગત તા.15ના રોજ બાઈક ચોરાયું અને કાલે ફરિયાદ નોંધાતા જ મળી ગયું

હળવદ : હળવદ પોલીસ જાદુગર કે.લાલને પણ ટક્કર મારે તેમ હોવાનું ભાજપ કાર્યકર્તાના બાઈક ચોરવાની ઘટના બાદ સામે આવ્યું છે. ગત તા.15ના રોજ બાઈક ચોરાયા બાદ ગઈકાલે પોલીસે ફરિયાદ નોંધી અને ગઈકાલે જ બાઈક પણ મળી ગયું છે ને કમાલ !!!

હળવદના સરા રોડ ઉપર આઇ.ટી.આઇ સામે ગીરનારી નગરમાં રહેતા ભાજપના કાર્યકર્તા એવા રામજીભાઇ ચતુરભાઇ દલવાડીનું GJ 36 K 6890નું 40 હજારની કિંમતનું હોન્ડા સુપર સ્પ્લેન્ડર ગત તા.15ના રોજ વૈજનાથ રોડ ઉપર આવેલા ભાજપ કાર્યાલય નીચેથી ચોરાઈ જતા ગઈકાલે હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો.

- text

બાઈક ચોરવાની ઘટના અંગે ભાજપના કાર્યકર્તા રામજીભાઈ દલવાડીનો ટેલિફોનિક સંપર્ક સાધતા પોલીસનો જાદુ સામે આવ્યો છે. રામજીભાઈએ સહજભાવે કહ્યુ કે મારું હોન્ડા તો ગઈકાલે જ મળી ગયું છે. આમ, એક બાજુ પોલીસ ફરિયાદ નોંધાઈ છે ને પળવારમાં હોન્ડા પણ મળી જાય છે ત્યારે પોલીસની કામગીરી ખરેખર કાબિલે દાદ ગણાવાઈ રહી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text