1846ની આજની તારીખે થયેલી નેપ્ચ્યુન ગ્રહની શોધ : જાણો.. નેપ્ચ્યુન વિશે અવનવું

- text


નેપ્ચ્યુન પૃથ્વીથી સૌથી વધુ દૂર આવેલો ગેસથી બનેલો વિશાળ ગ્રહ છે

સૂર્ય મંડળમાં આઠમા સ્થાને આવેલા નેપચ્યૂન ગ્રહની શોધ વર્ષ 1846ની 23 સપ્ટેમ્બરે થઈ હતી. ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી ઉર્બેન લી વેરિયર અને જર્મન ખગોળશાસ્ત્રી જોહન ગેલ દ્વારા આ ગ્રહની શોધ કરાઈ હતી. ત્યારે નેપ્ચ્યુન વિશે જાણીએ અવનવી માહિતી.

નેપ્ચ્યુન ગ્રહની સંરચના

નૅપ્ચ્યુન (વરુણ) સૂર્યમંડળનો આઠમો ગ્રહ છે. તે એક્ બાહ્ય ગ્રહ છે. અન્ય બાહ્ય ગ્રહોની માફક તે મુખ્યત્વે વાયુનો બનેલ છે. તેની શોધ ઉબ્રેઇન લે વેર્રીઅરે કરી હતી. આનું નામ ગ્રીક દંત કથાના સમુદ્રના દેવ નેપચ્યુનના નામે રાખવામાં આવ્યું છે. સૌર મંડળમાં વ્યાસની દ્રષ્ટીએ આ ચોથો સૌથી મોટો અને દળની દ્રષ્ટીએ ત્રીજો સૌથી મોટો ગ્રહ છે. આ ગ્રહનું દળ પૃથ્વી કરતાં 17 ગણું છે અને તેના જોડીયા એવા યુરેનસ કરતા તે થોડો જ વધુ દળદાર છે. યુરેનસનું દળ પૃથ્વી કરતા 15 ગણું છે પણ તે નેપચ્યુન જેટલું ઘનત્વ ધરાવતો નથી.

નેપ્ચ્યુન ધરતીથી સૌથી વધારે દૂર આવેલો ગ્રહ છે, જ્યાં તાપમાન શૂન્યથી -200 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે રહે છે. અહીં જામેલા મિથેનનાં વાદળો ઊડે છે અને અહીં હવાઓની ગતિ સૌરમંડળના બીજા કોઈ પણ ગ્રહ કરતાં વધારે હોય છે. નેપ્ચ્યુનની સપાટી સમથળ છે. અહીં મિથેનની સુપરસોનિક હવાઓને રોકવા માટે કંઈ પણ નથી, એટલે તેની ગતિ 1,500 માઈલ પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

નેપ્ચ્યુનની સંરચના યુરેનસ જેવી જ છે. જો કે આ બંનેની સંરચના ગુરુ અને શનિ જેવા વાયુમય ગોળાની અપેક્ષાએ જુદી છે. ખગોળશાસ્ત્રીઓ આ ગ્રહોને (નેપ્ચ્યુન અને યુરેનસ) “વિશાળ હિમ ગોળા” (આઈસ જાયન્ટ્સ)ની શ્રેણીમાં મુકે છે. નેપચ્યુનનું વાતાવરણ મૂળ રીતે ગુરુ અને શનિના હાયડ્રોજન અને હિલિયમ ધરાવતા વાતાવરણ સમાન છે, પરંતુ અહીં તેમની સરખામણી એ પાણી, અમોનિયા અને મિથેનના બરફો વધુ પ્રમાણમાં જોવા મળે છે. નેપચ્યુનના બાહ્ય વાતાવરણમાં રહેલ મિથેનની હાજરીને કારણે તે ભૂરા રંગનો દેખાય છે.

- text

સૂર્યથી અત્યંત દૂર હોવાને કારણે નેપચ્યુનનું બાહરી વાતાવરણ સૌર મંડળના સૌથી ઠંડા સ્થળોમાંનું એક હોય છે. તેના વાદળોનું તાપમાન -218° સે. જેટલું હોય છે અને તેના કેંદ્રનું વાતાવરણ 5400° કે. જેટલું હોય છે. નેપચ્યુન આંશિક અને ખંડિત એવી વલય સંરચના ધરાવે છે.

નેપ્ચ્યુન ગ્રહની શોધ

નેપ્ચ્યુન ગ્રહની શોધ 23 સ્પ્ટેમ્બર, 1846ના દિવસે થઈ હતી. આ એવો પ્રથમ ગ્રહ છે જેને શોધ ખગોળીય અવલોકનથી વિપરીત ગણિતિક સૂત્રોને આધારિત હતી. યુરેનસની કક્ષામાં અણધાર્યાં ફેરબદલને કારણે એલેક્સીસ બુવર્ડનામના ખગોળ શાસ્ત્રીએ તારણ કાઢ્યું કે યુરેનસની કક્ષા જરુરથી કોઈ અજ્ઞાત ગ્રહના ગુરુત્વાકર્ષણને કારણે સ્ખલિત થાય છે. ત્યારબાદ જોહન ગૅલ દ્વારા અર્બેન લી વેરીયરની અનુમાનિત ગણતરીને અનુસરીને આ ગ્રહ શોધ્યો હતો. ત્યાર પછીના ટૂંક સમયમાં તેના સૌથી મોટા ચંદ્ર ટ્રાઈટનને પણ શોધાયો હતો. જો કે તેના અન્ય 12 ચંદ્રોને ટેલિસ્કોપથી 20મી સદીમાં જ શોધી કઢાયા હતાં.

યુરેનસના વાતાવરણની સરખામણી એ નેપચ્યુનનું વાતાવરણ તેના સક્રીય અને દ્રશ્યમાન વાતાવરણીય બદલાવ માટે નોઁધનીય છે. જ્યારે 1989માં વોયેજર-2 આ ગ્રહની પાસેથી પસાર થયું ત્યારે આ ગ્રહના દક્ષિણ ધ્રુવ આગળ એક ઘેરો દાગ નોઁધાયો હતો. જે ગુરુના વિશાળ રાતા ધાબા સમાન છે. આ વાતાવરણીય રેખાઓ સૂર્યમંડળના ગ્રહોની એક સામાન્ય ખાસિયત એવા વિહરમાન પવનને કારણે નિર્માણ થાય છે. જેમા નોઁધાયેલ પવનની ઝડપ 2100 કિમી/કલાક જેટલી હોઇ શકે છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text